બીબીઍ કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા વાડીલાલ આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે ઇંડસ્ટ્રિયલ વિઝિટ

992
gandhi2092017-5.jpg

કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બિજનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) દ્વારા વિદ્યાર્થીઓને ઔધોગીક મુલાકાત માટે ગુજરાતની પ્રતિષ્ઠિત આઈસ્ક્રીમ કંપની વાડીલાલના પ્લાન્ટની ઔધોગિક મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. 
મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ ખાલી પુસ્તકીયુ જ્ઞાન મેળવે તો સમાજ અને ઉધોગ જગત તેનાથી લાભાન્વિત બની શકે નહી ત્યારે બીબીઍ. કૉલેજ દ્વારા સાંપ્રત સમયની માંગને અનુલક્ષી ને વિદ્યાર્થીઓ ને ત્રણવર્ષ નાં અભ્યાસકાળ દરમ્યાન ૬ વખત ઇંડસ્ટ્રિયલ વિઝિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સંસ્થા નો અભિગમ છે. કે કોઈપણ વિદ્યાર્થી વ્યવસાય કે નોકરી વીના ન રહે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સંસ્થા દ્વારા ઁઙ્મટ્ઠષ્ઠીદ્બીહં શ્ ્‌ટ્ઠિૈહૈહખ્ત તેમજ ઈહંિીિીહીેજિરૈ ઝ્રીઙ્મઙ્મ કાર્યરત છે.જેમા વિદ્યાર્થીઓની રુચિ પ્રમાણે તેમને કારકિર્દીનું ઘડતર કરવામાં મદદરૂપ થવામાં આવે છે. વિઝિટ દરમ્યાન વિદ્યાર્થીઓનૅ ઉત્પાદનનાં વિવિધ તબક્કાઑ બાબતે સમજાવવામાં આવ્યા હતા.આ મુલાકાત દરમ્યાન ૫૮ વિદ્યાર્થીઓનૅ ૨૯- ૨૯ વિદ્યાર્થીઓની ૨ ટીમમાં વિભાજીત કરી પ્રોડક્શન અને ઑપરેશન્સ બાબતે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ. 
વાડીલાલ આઈસ્ક્રીમ ગુજરાતમાં નહિ પરંતુ રાષ્ટ્રીય સ્તરે  સફળતાનો ઉતમ નમૂનો છે. આ જાહેર પ્રકારની કંપની અમદાવાદ જીલ્લામાં આવેલ છે. તેમજ ૧૯૦૭ માં તેની સ્થાપના કરવામાં આવેલ છે.કંપની આઈસ્ક્રીમ સાથેસાથે પ્રોસેસ્ડફૂડ તેમજ ફોરેન એક્સચેન્જ,કેમિકલ તેમજ રીયલ એસ્ટેટક્ષેત્ર સાથેપણ સંકળાયેલી છે. કુલ ૪.૫ અબજનું કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે.તેમજ કુલ ૧૦૦૦ જેટલા કર્મચારીઓ કંપની માં કાર્યરત છે. અને કંપની વાડીલાલ નામે પેટન્ટ ગ્રુપ ધરાવે છે.
કંપનીની ઠંડા પીણા ક્ષેત્રની શરૂઆત વાડીલાલ ગાંધી દ્વારા ૧૯૨૬માં સોડા પ્રોડક્ટની શરૂઆતથી કરવામાં આવેલ ત્યારબાદ તેમણે વ્યવસાય તેમના દીકરા રણછોડલાલ ગાંધીને સુપ્રત કરેલ જેમણે એકલવીરની જેમ આ વ્યવસાય ને આગળ વધાર્યો તેમજ તેને નવી દિશા આપી.તેમની દુરન્દેશીતા તેમજ સાહસસિકતાના કારણે અને ગણતરીપૂર્વકના આયોજન ના પરિણામે ૧૯૭૦ થી  કંપની આધુનિક કોર્પોરેટ કંપની તરીકે અસ્તિત્વ ધરાવે છે. અત્યાર સુધી માં કંપની ને અત્યાર સુધી માં ૨૭ એવોર્ડ તેમજ સતત ચાર વર્ષ સુધી “ધી ગ્રેટ ઇન્ડિયન આઈસ્ક્રીમ કોન્ટેસ્ટ” મેળવેલ છે.તેમજ ફૂડપ્રોડકશન કેટેગરી માં ૨૦૧૩ માં ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા ૧૮માં ક્રમે સન્માન પ્રાપ્ત થયેલ સાથે સાથે ભારતની સૌથી ભરોસાપાત્ર આઈસક્રીમ બ્રાંડ તરીકે  ટ્રસ્ટ રીસર્ચ એડવાયઝરી બોર્ડ દ્વારા ખ્યાતી પ્રાપ્ત થયેલ છે. તેમજ આની સાથે  અનેક સન્માન કંપની ને વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થયેલ છે. જે તમામ બાબત વિદ્યાર્થીઓ ને જણાવવા માં આવી હતી. સાથે સાથે અહીં વિદ્યાર્થીઓને વવિધ પ્રકારના આઈસ્ક્રીમ તેમજ કેન્ડી બનવવા માટેની કેપ અને ફીલિંગ અને પેકેજીંગ તેમજ ટેસ્ટીંગ બાબતે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું. 
કંપનીના  હાયજીન સ્ટાન્ડર્ડ વિષે પણ ઉપભોક્તાઓની કેટલી સંભાળ કંપની રાખે છે. તેપણ સમજાવવામાં આવ્યું. સમગ્ર ઉત્પાદન લાઈન બાબતની માહિતી વિદ્યાર્થીઓ ને આપવામાં આવી.વિદ્યાર્થીઓ એ કંપનીના એચ.આર વિભાગ તેમજ વહીવટી વિભાગ અને મેનેજમેન્ટ માર્કેટિંગ જેવી બાબતો નો પણ અભ્યાસ કર્યો.કંપનીના માર્ગદર્શક ટીમ દ્વારા વિદ્યાર્થીઓને તેમને પૂછેલા તમામ ક્ષેત્રના સંતોષકારક જવાબ મળ્યા. જે ખૂબ આવકાર દાયક બાબત કહી શકાય. કંપની દ્વારા તમામ પ્રોડક્ટની  ગુણવતા જાળવવા લેવામાં આવતા પગલા બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી સાથે સાથે સ્વચ્છતા બાબતે લેવાતા પગલાઓ ની માહિતી આપવા માં આવી હતી  કંપની દ્વારા  આઈસ્ક્રીમ માં અનેક ફ્‌લેવર્સ તેમજ કેન્ડી સહીતની પ્રૉડક્ટ્‌સ કેટેગરી પ્રમાણે ગ્રાહક સુધી પંહોચાડવામાં આવે છે.જેમા પ્લાન્ટ માં દૂધ તેમજ અન્ય સામગ્રી પંહોચે ત્યાર બાદ તેના ઉપર થતી પ્રોસેસ થી લઈ પેકિંગ સુધીની તમામ બાબતો જીણવટ પૂર્વક સમજાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ ને “પ્લાન્ટ લે આઉટ” તેમજ ઉત્પાદન નાં વિવિધ તબક્કાઑ માં સંચાલન કેવીરિતે કરવુ તેમજ”પ્લાન્ટ લે આઉટ” ની ગોઠવણી કેવી રિતે  કરવી તેની ઉંડાણ પુર્વક  માહિતી આપી હતી. જેથી પ્લાન્ટ અને પ્રોડક્ષન પ્રક્રિયાથી વાકેફ થાય આમ વિદ્યાર્થીઓઍ કૉલેજમાં અભ્યાસ કરતા વિવિધ વિષયો અને વર્ગખંડમાં  પ્રાપ્ત કરેલ જ્ઞાનનો તુલનાત્મક રીતે પ્રેક્ટિકલ અમલીકરણનો અભિગમ કેળવવો તેમજ કૉર્પોરેટ લીડર તરીકે પ્રસ્થાપિત થાય  તેવા લર્નિગ વૅલ્યૂ શીખ્યા હતા તેમજ સંપૂર્ણ વિઝિટ નો રિપોર્ટ બનાવી કૉલેજ ને સુપ્રત ક્રયો હતો.

Previous articleવિભાવરીબેન દવે દ્વારા વિદ્યાર્થીઓને ૪પ હજાર નોટબુકનું વિતરણ કરાયું
Next articleમહિલા ગ્રામ વિદ્યાપીઠ, નારદીપુર ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ યોજાયો