રાજ્યના વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ભાવનગરના વિક્ટોરીયા પાર્ક ખાતે સોવેનિયર શોપનુ ઉદઘાટન કરી અને જણાવ્યુ હતુ કે સમગ્ર ગુજરાતમા શહેરની વચ્ચે આવેલુ ૨૦૦ હેક્ટરમા પથરાયેલુ વન એટલે વિક્ટોરીયા પાર્ક. આ પાર્કમા સિંહ-દિપડા સિવાય તમામ પ્રકારના પશુ-પક્ષી જોવા મળી રહ્યા છે. પર્યાવરણ જાળવણી કરવામા આવશે તો માનવજાત સલામત રહેશે કેમકે વૃક્ષોમાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે. રાજ્ય સરકારે પર્યાવરણની જાળવણી માટે ૧૦ કરોડ વૃક્ષો રાજ્યમા વાવી અને લોકોને શુધ્ધ ઓક્સિજન મળે તે દિશામા નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કર્યા છે.

ધારાસભ્ય જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે આપણે અંગ્રેજોની ગુલામી માથી મુક્ત થયા પરંતુ હજુ પણ અંગ્રેજ સમયના નામો જોવા મળે છે તેમ કહી તેમણે વિક્ટોરીયા પાર્કનુ નામ સ્વામી વિવેકાનંદ રાખવા વન મંત્રીને સુચન કર્યુ હતુ. જે સુચનનો તાત્કાલીક અસરથી અમલ થશે તેમ વનમંત્રીએ પ્રત્યુત્તર આપ્યો હતો. ધારાસભ્ય જીતુભાઈ વાધાણીએ વિક્ટોરીયા પાર્કમા સોવેનિયર શોપ તથા અન્ય સુવિધા નિર્માણ થઈ છે તેમ જણાવી અહિ આવતા લોકોને અનુરોધ કરી જણાવ્યુ હતુ કે પશુ તેમજ પક્ષીઓને પણ ધર હોય છે સાંજે તેઓ પોતાના ધરે પરત ફરતા હોય છે તેથી તેની પણ કાળજી રાખવી જોઈએ. અહિ વૃક્ષ, વનસ્પતિ, આરોગ્ય વન જોવા મળી રહ્યુ છે. સોવેનિયર શોપ માથી જિલ્લાના વન્યજીવોની જાણકારી મળી રહેશે. પ્રકૃતિમાત્ર માનવ જીવન સાથે જોડાયેલી છે તેથી પ્રકૃતિનુ જતન કરવુ તે આપણા સૌની ફરજ છે.

તેમજ સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોએ વિક્ટોરીયા પાર્કમા પગપાળા ચાલીને વન્યજીવો, આયુર્વેદ વન સહિતની બાબતોની ઊંડાણ પુર્વક જાણકારી વન વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ કાર્યક્રમમા રાજ્ય સંગઠનના પ્રવક્તા ભરત પંડ્યા, મેયર મનહરભાઈ મોરી, શાસક પક્ષના નેતા પંડ્યા, નાયબ વન સંરક્ષક સંદીપ કુમાર શહેર સંગઠનના પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી મહેશ રાવલ, ફુલસર ગામના સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, વન વિભાગના અધિકારી, કર્મચારી સહિત પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા.