વિશ્વ ચકલી દિવસના અનુસંઘાને ગિજુભાઈ કુમાર મંદિર ખાતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવામાં આવ્યું. શાળાના સકાઉટ-ગાઈડ અને જુનીયર રેડક્રોસના બાળકો દ્વારા લુપ્ત થતી પ્રજાતીના પક્ષીઓની ખેવના કરવા અને આંગણાના પક્ષીઓની ઓળખ ભુલાઈ ન જાય તે હેતુને ધ્યાનમાં લઈ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે ર૧ માર્ચ વિશ્વ વન દિવસ જો વૃક્ષો હશે તો પશુ, પક્ષી જળવાશે તે હેતુને પણ ધ્યાન પર રાખી છાયાના વૃક્ષો વાવવા અનુરોધ કરવામાં આવેલ.