કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભગવતગીતા પર આયોજીત ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી જણાવ્યુ હતુ કે સ્વામિનારાયણ ગુરુકુળના ૨૨ હજાર બાળકો દ્વારા આજે સવારે જવાહર મેદાન ખાતે શ્રીમદ ભગવતગીતાના ૨૧ શ્ર્લોકનુ પઠન કરવામા આવ્યુ તે દર્શાવે છે કે સમાજ સંપુર્ણ સંસ્કારીતા તરફ આગળ વધી રહ્યો છે.

ભાવસભર ભાવનગરની પવિત્ર ભુમી પર સ્વામિનારાયણ ગુરુકુળમા વિદ્યાર્થીઓને વિદ્યા સાથે કલા અને સંસ્કારનુ સિંચન થાય છે તે દેશના નિર્માણમા અમુલ્ય ફાળો આપશે. કે.પી.સ્વામી દ્વારા આ મહાયજ્ઞ કરવામા આવ્યો છે તેમા હુ સહભાગી થઈ ધન્યતા અનુભવી રહ્યો છુ તેમ આદીજાતી વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા ભાવનગરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભગવતગીતા પર આયોજીત ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી બોલી રહ્યા હતા. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે ધર્મને કેન્દ્રમા રાખી અને સમાજ કલ્યાણના કાર્યો સ્વામિનારાયન સંપ્રદાય દ્વારા થાય છે તે પ્રશંસનીય બાબત છે.

રાજ્ય સંગઠનના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રાસંગીક પ્રવચનમા જણાવ્યુ હતુ કે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંપુર્ણ સંસ્કાર આપવામા આવે છે તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તપોભુમી એવા ભાવનગરમા શક્ય બને છે. અહિની માટીના કણેકણમા ભાવ સભરતા જોવા મળે છે. ધારાસભ્ય જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે અહિ અલગ અલગ સામાજીક સંદેશા સાથે ત્રી દિવસીય કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. તે સંદેશાઓ ચોક્કસપણે સમાજને પરીવર્તન તરફ દોરી જશે. મન પર થતા બાહ્ય આક્રમણની સામે ટકી રહેવા માટે કથાનુ રસપાન કરવુ જરૂરી છે.
આ કાર્યક્રમમા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા પંડ્યા, કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા, શહેર સંગઠનના સનતભાઈ મોદી, મહેશ રાવલ, વનરાજસિંહ ગોહિલ, ફુલસર ગામના સંગઠનના નેતા ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શાસ્ત્રી નારાયણ ચરણદાસજી, નૌતમ સ્વામી, ભક્તી સ્વામી, ત્યાગરાજ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, યોગવિજય સ્વામી, આનંદબાવા, કૌશલભાઈ પટેલ, વિપુલભાઈ માથોડીયા, અમર આચાર્ય, સંસ્થાના શિક્ષકો, શિક્ષિકાઓ, યુવાનો, યુવતીઓ તથા સાંખ્યયોગી બહેનો સહિત હરીભક્તો હાજર રહ્યા હતા.