સંસદનુ શિયાળુ સત્ર તોફાની બને તેવા એંધાણ : અનેક મુદ્દા ચમકશે

556

નવીદિલ્હી,તા. ૧૬
રાજકીય વર્તુળોમાં જેની રાહ જોવામાં આવી રહી હતી તે સંસદનુ શિયાળુ સત્ર ભારે તોફાની બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. એકબાજુ સરકાર આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા માટે કમર કસી ચુકી છે. બીજી બાજુ વિરોધ પક્ષો સરકારને આર્થિક મુદ્દા સહિત જુદા જુદા વિષય પર ભીંસમાં લેવા માટે તૈયાર છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી સત્ર દરમિયાન આર્થિક મંદીને લઇને સરકાર પર પ્રહારો કરી શકે છે. ૧૮મી નવેમ્બરના દિવસથી સત્રની શરૂઆત થઇ રહી છે. કેટલાક મહત્વપૂર્ણ બિલ આમાં પાસ કરવામાં આવનાર છે. સંસદના આ સત્ર દરમિયાન નાગરિક સુધારા બિલ સહિત કેટલાક બિલ રજૂ કરીને પાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર કમર કસી ચુકી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે કોંગ્રેસ પાર્ટીએ શરૂઆતથી જ નાગરિક સુધારા બિલનો વિરોધ કર્યો છે. જેથી આ મુદ્દા પર સરકાર અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સામ સામે રહી શકે છે. કોંગ્રેસ પાર્ટી બિલનો વિરોધ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવર્તી રહેલી સ્થિતીને લઇને પણ સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવી શકે છે. અર્થવ્યવસ્થાની ધીમી ગતિને લઇને પણ વિરોધ પક્ષો સરકારને મુશ્કેલીમાં મુકવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે. લોકસભામાં રજૂ કરવા માટે ૨૨ બિલ લિસ્ટ કરવામાં આવ્યા છે. આની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી અને રાજ્યસભામાં રજૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. સંસદમાં વિપક્ષી દળો કાશ્મીરની સ્થિતીને લઇને સરકારને ઘેરવાના મુડમાં દેખાઇ રહ્યા છે. વિપક્ષી દળો જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદથી ત્યાં ઉભી થયેલી સ્થિતી પર ચર્ચા કરવા માટે માંગ કરી શકે છે. આની સાથે અર્થવ્યવસ્થાનો મુદ્દો પણ છવાયેલો રહે તેવી શક્યતા છે. રિઝનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપને લઇને ભારતના વલણનો મુદ્દો પણ સત્ર દરમિયાન ચમકી શકે છે. સંસદના શિયાળુ સત્રની શરૂઆત ૧૮મી નવેમ્બરથી કરવામાં આવ્યા બાદ ડિસેમ્બરના અંત સુધી સત્ર ચાલનાર છે. નાગરિક સુધારા બિલ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપવામાં આવી શકે છે. નાગરિક સુધારા બિલ હેઠળ હિન્દુ શિખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી શરણાર્થી જે પાકિસ્તાન, બાગ્લાદેશ, અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા છે અને જે લોકો છ વર્ષ કરતા વધારે સમયથી રહે છે તે તમામ લોકોને નાગરિકતા આપવા માટેની યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. બિલમાં આ બાબતની પણ જોગવાઇ કરવામા ંઆવી છે કે ઓવરસીઝ સિટિજન ઓફ ઇન્ડિયા કાર્ડ દારક જો કોઇ કાનુનનો ભંગ કરે છે તો ેતેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. થોડાક દિવસ પહેલા જ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે સરકાર ટુંક સમયમા ંજ મોટી જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને તૃણમુળ કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ પહેલાથી જ આ બિલનો વિરોધ કર્યો છે. સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. જેમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ ૨૦૧૯નો સમાવેશ થાય છે. વિપક્ષી દળોની પાસે પણ સરકારને ભીંસમાં લેવા માટે અનેક મુદ્દા રહેલા છે. જેમાં

Previous articleરેયાન તેમજ ઇવા મેન્ડેસ ફરી એકબીજાની પાસે છે
Next articleગારીયાધાર ભાજપમાં હોદ્દેદારોની વરણી કરાઈ