ખંડણી, અપહરણ તથા બળજબરીથી કાઢી લેવાના ગુન્હામાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

832

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અમદાવાદ સીટી, પાલડી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૪(ક), ૩૮૪, ૧૨૦(બી), ૫૦૭, ૫૦૬(૨), વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અફઝલભાઇ ઉર્ફે અફઝલ ગુરૂ સાદીકભાઇ ગાહા ઉ.વ.૨૫ રહેવાસી-મુળગામ-તાતણીયા તા-જેસર, જી.ભાવનગર, હાલ-રૂમનં-૩૦૫, મોર્ડન પેલેસ એ સીટી પોઇન્ટ હોટલની બાજુમાં સલીમભાઇના મકાનમાં ભાડેથી કતારગામ સુરત વાળાને તેના ગામ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા ટી.કે. સોલંકી તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleગારીયાધાર ભાજપમાં હોદ્દેદારોની વરણી કરાઈ
Next articleરાજ્યના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલએ ભાવનગર ખાતે આયોજીત ૬૫મો નેશનલ સ્કુલગેમ્સ જુડો ટૂર્નામેન્ટનુ ઉદધાટન કર્યુ