શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બીપીટીઆઇ અને વળીયા કોલેજની સામે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની દિવાલ પર ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તથા રોટરેક્ટ ક્લબ ભાવનગર યુથના સંયુક્ત ઉપક્રમે વોલ પેઇન્ટિંગ અંતર્ગત એક એકથી ચડિયાતા સંદેશ સાથે રંગદર્શી ચિત્રોથી દિવાલને સુશોભિત કરવામાં આવી છે.

વિક્ટોરિયા પાર્ક, ડોકટર હોલ, યુનિ. દિવાલ બાદ આ વિસ્તારમાં પણ વોલ પેઇન્ટિંગથી કલાનગરીનું નામ વધુ સાર્થક થયું છે.