રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલ જીંગા ઉછેર ફાર્મમાં એક ટ્રેકટર અકસ્માતે પલ્ટી જતા એક પર પ્રાંતીય શ્રમજીવીનુ ગંભીર ઈજાને લઈને ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજુલા તાલુકાના ભેરાઈના દેવપરા વિસ્તારમાં આવેલ સર્વે નં. ૬૦૩ની જમીન પર ૨૦૦ એકરમાં વિનાપાસ પરમિટે ઝીંગા ઉછેર કેન્દ્ર ચાલી રહ્યા છે આ અંગે અમરેલી જિલ્લા કલેકટરને રજુઆત પણ કરવામાં આવી છે. પરંતુ આજદીન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા ન હોય ભૂ માફીયાઓ દ્વારા સરકારી ચરાણની જમીન ગેરકાયદે હડપ કરી અબોલ પશુઓના મુખથી ચારો છીનવી લીધો છે હાલ તળાવ બનાવવા માટેની કામગીરી રાત દિવસ ચાલતી હોય આજે એક ટ્રેકટર પલ્ટી જતા ટ્રેકટરમાં સવાર રાજુ કિનારામ જંબુરીયા રે. રાજસ્થાનવાળાનું ગંભીર ઈજાને લઈને કરૂણમોત નિપજ્યુ હતું આ ઘટનાની જાણ પીપાવાવ મરીન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશ પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.