નવી દિલ્હી,તા. ૧૯સમગ્ર દેશને હચમચાવી મુકનાર આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી આવતીકાલે બુધવારના દિવસે હાથ ધરવામાં આવનાર છે. સુનાવણી ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ચિદમ્બરમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને ચિદમ્બરમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. ચિદમ્બરમ સામે ઇડી અને સીબીઆઈ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધવામાં આવેલા મની લોન્ડરિંગના કેસમાં ચિદમ્બરમને જામીન આપવાનો દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી દીધો હતો. સોમવારના દિવસે નવા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં બેંચે જામીન અરજીની સુનાવણી પર આદેશ બુધવાર ઉપર છોડી દીધોદ હતો. હવે રાજકીય વર્તુળોમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણીને લઇને ઉત્તેજના દેખાઈ રહી છે. બીજી બાજુ સમગ્ર દેશને હચમચાવી મુકનાર આઇએનએકસ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. તેમની વિદેશી સંપત્તિ અને બેંક ખાતામાં તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે. હવે ઇડીએ તેમના પર સકંજો મજબુત કરી દીધો છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે ે ચિદમ્બરમ અને અન્ય આરોપીઓએ વિદેશમાં પણ મોટા પાયે સંપત્તિ ખરીદી છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેસના સહ આરોપીની સાથે મળીને કોંગ્રેસી નેતા વિદેશમાં સંપત્તિ વેચવા અને વિદેશમાં બેંક ખાતાને બંધ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર એફિડેવિટમાં માંગ કરવામાં આવી છે કે ચિદમ્બરમે કેટલાક દેશોમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ ચિદમ્બરમ અને સહ આરોપીએ આર્જેન્ટિના, ઓસ્ટ્રીય, બ્રિટીશ વર્જિન આઇસલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ , મલેશિયા, મોનાકો અને ફિલિપાઇન્સ, સિગાપોર સહિતના દેશોમાં સંપત્તિની સાથે સાથે બેંક ખાતાઓ પણ ખોલાવ્યા છે. શેલ કંપનીઓ મારફતે આ દેશોના બેંક ખાતામાં લેવડદેવડ પણ કરવામાં આવી છે. ચિદમ્બરમની અરજી પર ઇડી દ્વારા જોરદાર દલીલો કરવામાં આવી રહી છે. પૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમ અને સહ આરોપીઓ હાલમા ઇડી અને સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમ છેલ્લા કેટલાક સમયથી તિહાર જેલમાં રહેલા છે.