રાણપુરમાં આજે ભરવાડ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણ કાર્યક્રમ યોજાશે

401

બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણાજી ગોહિલના પુરાતન ગઢના મેદાનમાં આજરોજ તા. ૨૧/૧૧/૧૯ના રોજ સમસ્ત મેવાડા (ભરવાડ) સમાજ દ્વારા નવચંડી અને અપૈયા નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સવારે ૮.૦૦ કલાકે નવચંડી યજ્ઞ અને અપૈયા નિવારણ સંકલ્પ ત્યારબાદ ૧૦ કલાકે સંતો, મહંતોના સામૈયા કરવામાં આવશે. ૧૧.૦૦ કલાકે મહાપ્રસાદ, ત્યાબાદ સાંજે ૪.૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાના તા.૨૦/૧૧/૧૯ના રોજ રાત્રે ભવાની ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાલાભાઈ ભરવાડ, રીન્કલ મકવાણા ગરબાની રામઝટ બોલાવશે. આ યજ્ઞમાં ૧૦૮ ઘનશ્યામપુરી બાપુ, બાવળીયાળી જગ્યાના મહંત રામબાપુ, અંબાડી જગ્યાના મહંત ગણેશપૂરીબાપુ, અને વિરમગામ ના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ઉપસ્થિત રહેશે.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleહલુરિયા ચોક માં આવેલ દિલીપભાઈ પાવગાંઠિયા ની દુકાન માં ત્રીજી વખત મોડીરાત્રે આગ લગાડાઈ ?
Next articleરાણપુરની મોડલ સ્કુલ દ્રારા ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકોને ભોજન કરાવ્યુ