બોટાદ જિલ્લાના રાણપુરમાં કીનારા ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કુલ ખાતે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને શાળાનાં વિદ્યાર્થીઓ,સ્ટાફ તેમજ કિરણભાઇ સોલંકી દ્વારા ભોજન કરાવવામાં આવ્યુ હતુ.મોડલ સ્કુલ દ્રારા નિયમિત રીતે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.મોડલ સ્કુલ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારનાં ગરીબ બાળકો ભોજન કરાવતા આ બાળકો આનંદીત થયા હતાં. આ કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓ ઉપરાંત કિરણભાઇ સોલંકી, કીરીટભાઇ રાઠોડ,દિનેશભાઇ પરમાર,દિપકભાઇ મકવાણા, પંકજભાઇ મકવાણા,ગોપાલભાઇ દુધરેજીયા, જ્યોત્સનાબેન વાઘેલા અને કુંદનબેન પરમાર સહભાગી થયાં હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર