સિહોર તાલુકા ના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા દાનસંગભાઈ મોરી ના સમર્થન માં આવેદનપત્ર આપ્યું

941

સિહોર તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સમાજ અગ્રણી, બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનશંગભાઈ મોરી તથા તેમના પરિવારજનો પર રાજકીય રાગદ્વેષ રાખી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે સિહોર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દાનશંગભાઈ મોરી અને તેના પરિવારજનો પર તંત્ર દ્વારા ભેદભાવપૂર્વક ની કાર્યવાહી અટકાવવા તેમજ સમગ્ર પ્રકરણની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ના પ્રવક્તા બળદેવસિંહ સિંધવ, યુવા અગ્રણી જયરાજસિંહ મોરી, ઘનશ્યામસિંહ મોરી, દીપશંગભાઈ ચૌહાણ, હરદેવસિંહ વાળા, અશોકસિંહ રાઠોડ, હઠીસિંહ નકુમ, વિજયસિંહ સોલંકી, જનકસિંહ મકવાણા, દિલીપસિંહ ડોડિયા સહિત બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર : ધમૅન્દ્ર સિંહ સોલંકી

Previous articleરાણપુરની મોડલ સ્કુલ દ્રારા ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકોને ભોજન કરાવ્યુ
Next articleઝોમાટો બેગમાંથી દારૂ ની ડિલિવરી : છ બોટલ વિદેશ દારૂ સાથે એક ઝડપાયો