વાંચન માટે પુસ્તકાલય કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે કારણકે આંગળીના ટેરવા પર હવે લાઇબ્રેરી આવી ગઈ છે. જાણકારી મેળવવા અને મનોરંજન માટે વાંચન કરવામાં આવે છે પણ જ્યારે વાત હોય અભ્યાસની તો આ ડિજિટલ યુગમાં અસાઈમેન્ટ અને રિસર્ચ પેપર માટે ઓનલાઇન વાંચન માટેની વિશ્વાસપાત્રતા કેટલી કરી શકાય ? શું બ્લોગ, વેબસાઇટ્સ અને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ અભ્યાસ માટેના વાંચનની યોગ્યતા ધરાવે છે ?તો તેનો જવાબ હા પણ અને ના પણ તો તે વિશ્વસનીયતા કેવી રીતે નક્કી કરી શકાય ? મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વિદ્યાલયના અંગ્રેજી ભવન દ્વારા વાંચનની વિશ્વાસપાત્રતા કેવી રીતે તપાસી શકાય તેની તાલીમ આપવા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. પ્રોફેસર ડૉ.દિલીપ બારડે વિગતપુર્વક જાણકારી આપતા કહ્યુકે ટર્નીટીનના (Turnitin) રિપોર્ટ અને રિસર્ચ પ્રમાણેના આંકડાઓ અને માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ વાંચન અને સંશોધન માટે કઈ વેબસાઇટ વધુ
પસંદ કરે છે ? શા માટે કરે છે ? અને સાથે વાંચન માટેની ગુણવત્તા કેવી રીતે નક્કી કરી શકાય તે આ પાંચ મૂલ્યો થકી રજૂ કરી છે.
૧)પ્રમાણભૂત ૨)શેક્ષણીક મૂલ્ય ૩)ઉદ્દેશ ૪)મુળતત્વતા અને ૫)ગુણવત્તા.
વેબસાઇટ કે બ્લોગ લખનાર તજજ્ઞ છે કે વિદ્યાર્થી તે જાણવું જરૂરી છે. મુકવામાં આવેલ સાહિત્યના મૂળ સુધી પહોંચવા માટે વિગતપૂર્વક સંદર્ભ આપ્યો હોય તો તેને યોગ્ય ગણી શકાય. આપવામાં આવતી માહિતીઓ માત્ર જાણકારી આપવા કરતા તમે જે વાંચો છો તે તમને સર્જનાત્મકતા માટે કેટલું વિચારવા પ્રેરે છે ? શું તે તમને ટીકાત્મક વલણ વિચારવા તક આપે છે ? જો તમે ઉંડાણપૂર્વક વિચારીને સંશોધન કરી શકતા હોય અને અવનવા વિચારો સાથે લખી શકતા હોય તો તેની ગુણવત્તા સારી કહેવાય. શૈક્ષણિક વેબસાઈટ કે બ્લોગ પર શિક્ષણને વેપાર તરીકે હથિયાર બનાવીને જાહેરાતો મૂકી રૂપિયા રળવામાં આવે તો તેને યોગ્ય ઠેરવી શકાય નહિ. સાથે આ સાહિત્ય વિશાળ ક્ષેત્રને આવરી લે તો તે સારું ગણાય.વાત હોય ગુણવત્તા અને સત્યતાની તો સંદર્ભ સાથે સરખાવીને માપી શકાય તેની વિગતવાર માહિતી આ કાર્યશાળામાં આપવામાં આવી અને અંતમાં વિદ્યાર્થીઓએ વિવિધ બ્લોગ્સ અને વેબસાઈટ નું મૂલ્યાંકન
પણ આ આધાર પર કર્યું હતું અને સંશોધન માટેના ઓનલાઇન શોધવા અને વાંચવા માટેની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરતાં શીખવ્યું
હતું.