19 નવેમ્બર‚ 2019 ના રોજ બોટાદ રેલવે કોલોની માં (SPAD – સિગ્નલ ને ખતરાની
સ્થિતિ માં) પાર કરવાની ઘટનાઓં નાં વિષય પર વિશેષ સંરક્ષા સેમીનાર નું સફલ આયોજન
કરવા આવેલ. જેમા લોકો પાયલોટ‚ સહાયક લોકો પાયલોટ તથા ગાર્ડ અને તેમના કુટુંબીજનો
મળીને કુલ 90 (નેવુ) સભ્યોએ સક્રિય રૂપથી ભાગ લીધેલ.

આ સેમીનાર ડી. આર. એમ. શ્રી પ્રતીક ગોસ્વામી સાહેબ ની અધ્યક્ષતા માં યોજાએલ
જેમાં વરિષ્ઠ મંડલ યાંત્રિક ઇંજિનિયર અશોક એ. બિંબર સાહેબ તથા વરિષ્ઠ મંડલ સંરક્ષા
અધિકારી શ્રી અજીત સિંહ ચૌહાણ સાહેબ હાજર રહિને ઉપસ્થિત સભ્યોની મુશ્કેલિયો તથા સુરક્ષા સંબંધી પ્રશ્નો ની વિગતવાર જાણકારી લઇને સમસ્યા ને અનુરૂપ સમાધાન તથા જરૂરી કાર્યવાહી અંગે સૂચન આપેલ.

વિશેષ રૂપ થી ગાડ઼ી સંચાલન દરમીયાન સિગ્નલ ને “ઓન” સ્થિતિમાં લેખીત મંજુરી બિના
પાર કરવાની ઘટનાઓને રોકવા માટે ઉપાય‚ માનસિક સ્વસ્થતતા કેવીરીતે જાળવી રાખવી અને યાત્રી તેમજ માલ પરિવહન સુરક્ષિત રૂપ થી સંચાલન કરવા માટે જરૂરી ઉપાયો સુચવી અને ઉપસ્થિત સર્વે સભ્યો ને સંતુષ્ટ કરી કાર્યક્રમ સફળ બનાવવા માં આવ્યો.