બેંક ઓફ બરોડા મહુવા બ્રાંચમાં કેશીયર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતા અને ભાવનગર સુભાષનગર ખાતે રહેતા વિપ્ર કર્મચારીએ બેંકમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના સુભાષનગર જગન્નાથ પાર્ક-રમાં રહેતા અને બેંક ઓફ બરોડા મહુવા બ્રાંચમાં છેલ્લા ત્રણ વર્ષથી કેશીયર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ નાનાલાલ વ્યાસ (ઉ.વ.પર)એ સવારમાં બેંકમાં ફરજ દરમ્યાન ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તુરંત સારવાર અર્થે મહુવાની આલોક હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમની પાસેથી એક સુસાઈટ નોટ મળી આવી છે. જેમાં બેકં મેનેજર સતપતી જોઈન્ટ મેનેજર નિલેષ મિશ્રા, લોન ઓફીસર મંયક પરમાર અને બંસીબેન રૂપારેલ ખોટી છેડતીના આરોપ કરે છે અને અવાર-નવાર કાવત્રા થાય છે. આથી હું કંટાળી આત્મ હત્યા કરૂ છું. બનાવ અંગે મહુવા પોલીસ અને મામલતદારે હોસ્પિટલ બીછાને દોડી જઈ કેશીયર સુરેશભાઈ વ્યાસનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સુરેશભાઈની હાલત ગંભીર હોય તેમને વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.