બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ થયાના ઉપક્રમે આવાસ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ગૃહપ્રવેશ નવા મકાનો ના ભૂમિપૂજન અને આશરે 30 જેટલા લાભાર્થીઓને આવનારા વર્ષમાં મળનાર મકાન નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમુબેન ચંદુભાઈ મીઠાપરા,રાણપુર તાલુકા વિકાસ અધિકારી મીહીકાબેન પરમાર,નાયબ તાલુકા વિકાસ અધિકારી આર.એમ.પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ddpc ભરતસિંહ ગોહિલ સહીત અનેક અધિકારીઓ તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મકાન બનાવવા બાબતે લાભાર્થીને સમજૂતી કરવામાં આવ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર