આંતર રાષ્ટ્રીય બાળ દિન” ની ઉજવણી નિમિતે ભાવનગરમાં આવેલ બાળ સંભાળ ગૃહો જેમાં (૧) શ્રી તાપીબાઈ આર.ગાંધી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ અને શિશુગૃહ, (૨) શ્રી નંદકુંવરબા બાલાશ્રમ (૩) સરકારી ચિલ્ડ્રન હોમ ફૂલસર,ભાવનગર દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો સાથે મનોરંજનના કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો,બાળ સંભાળ ગૃહની સજાવટ,બાળ સંભાળ ગૃહમાં સાફ સફાઈ,નિબંધ લેખન,બાળ અધિકારો અંગે સેમિનાર,વિવિધ રમતો,બાલસભા, માં અમૃતમ યોજનાના કાર્ડ વીતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ
અને આ કાર્યક્રમોમાં દરેક બાળ સંભાળ ગૃહોના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય બાળ આયોગના સભ્ય પ્રભાબેન પટેલ, ડી.ડી.ઓ. વરૂણકુમાર બરનવાલ, એસ.પી. જયદિપસિંહ રાઠૌડ, મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ચીફ પ્રોગ્રામ ઓફિસર સમાજ સુરક્ષા કચેરી ભાવનગરના એન.સી.ચૌહાણ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને સભ્યઓ,પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ.શાખાના સવિતાબેન, ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વગેરે લોકોએ બાળ સંભાળ ગૃહોમાં હાજરી આપીને બાળ સંભાળ ગૃહોના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપવામાં આવેલ.
“આંતર રાષ્ટ્રીય બાળ દિન” નિમિતે ઉપરોક્ત તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે નવનીતભાઈ જોષી સુરક્ષા અધિકારી (સંસ્થાકિય સંભાળ) જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ વિવિધ બાળ સંભાળ ગૃહોના અધીક્ષકઓ અને બાળ સંભાળ ગૃહોનો સ્ટાફ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગરના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ અને “આંતર રાષ્ટ્રીય બાળ દિન” નિમિતે યોજવામાં આવેલ તમામ કાર્યક્રમોને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બહુમાળી ભવન ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.