પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના સેદ્વાણા ગામ ખાતે બન્ને બાળગૃહોની મંગલજીવન ટ્રસ્ટ, સંચાલિત કલરવ બાળ સંભાળ ગૃહ સેદ્રાણામાં કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના આશ્રય માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ ૫૦ મુજબ બાળગૃહો કાર્યરત છે. જેમાં ૨૦ મી નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા બાળકોને સંબોધતા હાલના સમયમાં બાળકોને સારા સંસ્કાર, સારૂ વાતાવરણ તથા તેમના અધિકારોનું આપણે સૌ સાથે મળી રક્ષણ કરવું જોઈએ. બાળગૃહોમાં બાળકોને મળતી સુવિધાઓ, યોગ્ય પુનઃસ્થાપનો, વિવિધ યોજનાઓના લાભ વગેરે વિશે વાત કરતાં સાચા અર્થમાં બાળકોના અધિકારોનું રક્ષણ થઇ રહ્યું છે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે બન્ને બાળગૃહના તમામ બાળકોના મા-કાર્ડ, આધારકાર્ડ તથા કાર્યક્રમને અનુરૂપ બાળકો દ્વારા વિવિધ પ્રકારની રમતોમાં પ્રથમ નંબરે આવેલને શૈક્ષણિક કીટ તથા બાળગૃહના એક બાળકને સ્કાઉટ ગાઈડ અંતર્ગત ભૂતપૂર્વ મહામહિમ માન.રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના વરદ હસ્તે ગૌરવ પુરસ્કાર મળેલ વગેરેનું અભિવાદન કર્યું હતું.

સદર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજશ્રી એમ.એસ.દવે, પ્રમુખશ્રી જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના શ્રી એ.એમ.બુખારી, તથા સભ્યશ્રી સુષ્માબેન રાવલ, શ્રી મધુબેન એમ. સેનમાં, ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિ પાટણ, સભ્યોશ્રી નલીનીબેન માને, લવજીભાઈ મકવાણા, શ્રી એ.વાય મંડોરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બન્ને બાળગૃહોના અધિક્ષકશ્રી કૃણાલભાઈ શ્રીમાળી તથા ડો.દેવ યોગી, ચાઈલ્ડ લાઈન- ૧૦૯૮ માંથી કલ્પેશભાઈ તથા હીનાબેન. DCPU ટીમ, વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કેતનભાઈ એ.પ્રજાપતિ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પાટણ દ્વારા કરવામાં
આવ્યું હતું.