સર.ટી. હોસ્પિટલે ૧.૧૫ કરોડનો વેરો ભર્યો

726
bvn2232018-2.jpg

ભાવનગર મહાપાલિકાને ઘરવેરા પેટે એક જ દિવસમાં ૧.૪૧ કરોડ જેવી આવક  થવા પામી છે. આજે સાર્વધિક વેરો સર.ટી. હોસ્પિટલ દ્વારા રૂા. ૧.૧પ લાખનું તમામ લેણુ ચુકતે કર્યુ છે. 
ભાવનગર મહાપાલિકા દ્વારા વર્તમાન માર્ચ માસના ર૧ દિવસના સમય ગાળામાં ઘરવેરા પેટે રૂા. પ કરોડ રર લાખ જેવી રકમની વસુલાત કરી છે. ઉપરાંત અનેક મિલ્કતોને સિલ માર્યા છે. અને લાંબા સમયથી વેરો ભરપાઈ નથી કર્યો એવી મિલ્કતોની જાહેર હરરાજીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે એક જ દિવસમાં રૂા. ૧.૪૧ કરોડનું ભરણું આવ્યું છે.  આજે સાર્વધિક વેરો ભાવનગર શહેરની આર તખ્તસિંહજી હોસ્પિટલ દ્વારા ભરવામાં આવ્યો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તમામ વેરો બાકી મળી કુલ રૂા. ૧.૧પ કરોડનો વેરો ભર્યો છે. જયારે ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ બંધ વી. માટેના ઉપરના ફલોરના વેરા પેટે રૂા. પ લાખ બાકી હોય વેરા વસુલાત ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યા છે. તદ ઉપરાંત આજના દિવસે દરમ્યાન નાની – મોટી કુલ મળી ૯૦ જેટલી મિલ્કતોને સીલ કરવામાં આવી છે. તો બીજી તરફ તંત્રની આ કરી કામગીરીથી ફફડી ઉઠેલા બાકી લેણદારોએ વેરો ભરવા કતારો શરૂ કરી છે. આજે બંદર રોડ, નિર્મળનગર મેઈન બજાર સહિતના વિસ્તારોમાંથી મિલ્કત ધારકો વેરો ભરપાઈ કરવા દોડતા થયા હતાં. આ માસના હજુ ૧૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે  ઘરવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી મોડી સાંજ સુધી કામગીરી હાથ ધરવામાં આવી છે. 
અધિકારીના જણાવ્યા અનુસાર બાકી લેણદારો કે કોઈપણ ચમર બંદીને બક્ષવામાં નહીં આવે નિમય અનુસાર ચોકકસ પણે કામગીરી કરી તમામ વેરો વસુલાશે તેવુ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. 
આમ મહાપાલિકાને માર્ચ-ર૦૧૮માં આજ દિન સુધીમાં રૂા. સવા પાંચ કરોડ જેવી વેરાની આવક થવા પામી છે. જો કે તંત્ર દ્વારા ૩૧ માર્ચ સુધીમાં વેરા વસુલાતનો ૧૦૦ કરોડનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે. 

Previous articleIMA હોલ ખાતે વર્કશોપ યોજાયો
Next articleવિધાનસભાના દ્વારેથી