ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે આજે ૧૦ અપરાધીઓને દોષિત ઠેરવ્યા હતા. આ અપરાધીઓને દોષિત ઠેરવતા ચુકાદાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. આ કેસમાં દોષિતના આરોપોને ધ્યાનમાં લઇને દાખલ કરવામાં આવેલી ફેરવિચારણા અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તમામ આરોપીને સજા કરવાનો ચુકાદો યોગ્ય છે. તમામ લોકો માને છે કે વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મંત્રી હરેન પંડ્યા દ્વારા પણ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં દોષિત જાહેર કરવામાં આવેલા ૧૨ અપરાધીઓ પૈકીના ૧૦ દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ અરૂણ મિશ્રા અને વિનિત સરનની બેંચે આ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તમામની અરજી પર ધ્યાન આપવામાં આવ્યુ છે. જે આદેશની સમીક્ષા કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમાં કોઇ પ્રકારની ભુલ દેખાતી નથી.જેથી ફેરવિચારણા અરજી ફગાવી દેવામાં આવી છે. તમામ લોકો જાણે છે કે ૨૬મી માર્ચ ૨૦૦૩ના દિવસે અમદાવાદમાંપડ્યાની ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સબીઆઇના કહેવા મુજબ ૨૦૦૨ના ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઇમાં નિચલી કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં નીચલી કોર્ટે ૧૨ અપરાધીને દોષિત ઠેરવી દીધા હતા. સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના મામલામાં નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે પાંચમી જુલાઇના દિવસે ૧૨ લોકોને દોષિત ઠેરવ્યા હતા. ૨૬મી માર્ચ ૨૦૦૩ના દિવસે અમદાવાદમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સીબીઆઈ મુજબ ૨૦૦૨ના ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના ૨૦૧૧ના આદેશને બાજુમાં મુકીને સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે હત્યાના ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૧માં ૧૨ આરોપીઓની દોષમુક્ત જાહેર કર્યા હતા. જેને પગલે ગુજરાત સરકાર અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ દોષિતોમાં અસગર અલી, મહમ્મદ રઉફ, મહમ્મદ પરવેઝ અબ્દુલ ક્યૂમ શેખ, પરવેઝ ખાન પઠાણ ઉર્ફે અથર પરવેઝ, મહમ્મદ ફારૂક ઉર્ફે હાજી ફારૂક, શાહનવાઝ ગાંધી, કલીમ અહમદ ઉર્ફે કલીમુલ્લા, રેહાન પુઠાવાલા, મહમ્મદ રિયાઝ સરેસવાલા, અનિલ માચિસવાલા, મહમ્મદ યુનુસ સરેસવાલા અને મહમ્મદ સઈફુદ્દીનનો સમાવેશ થાય છે. ૨૬ માર્ચ, ૨૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની હરેન…
(આગળના પાનાનું ચાલુ)
સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, ૨૦૦૩માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૫ જૂન, ૨૦૦૭ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. ઉમેદવાર ગૌરવ પંડયા તરફથી ચૂંટણી અધિકારીને વાંધા અરજી આપવામાં આવી હતી. જેને પગલે મતગણતરી વિલંબિત થઇ હતી. જો કે, ચૂંટણી પંચે ગૌરવ પંડ્યાની વાંધા અરજીને ફગાવી દીધી હતી. અમદાવાદમાં ૨૦૦૩માં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. અમદાવાદમાં સ્થિત લો ગાર્ડન વિસ્તારમાં મોર્નિંગ વોક બાદ નિકળી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય તરીકે અમદાવાદ શહેરના એલિસબ્રિજ મતવિસ્તારનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. નાની વયથી જ તેઓ સંઘના કાર્યકર તરીકે હતા. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાંથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે પણ રહ્યા હતા. મોદીએ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ રેવેન્યુ પ્રધાન બન્યા હતા. જો કે, ૨૦૦૩માં તેઓએ રાજીનામુ આપ્યું હતું. ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ નહીં મળવાની દહેશતથી તેઓએ આ પગલું લીધું હતું. મોડેથી તેઓ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ચૂંટાયા હતા. તેમના પતિની હત્યામાં કાવતરુ ઘડવાનો આક્ષેપ કરીને તેમના પત્નિ જાગૃતિ પંડ્યા ગુજરાત પરિવર્તન પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા.