ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે આપેલ સુચના આધારે જેમા ગારીયાધાર પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ પોલીસ ફરીયાદ અનુસંધાને લગ્ન કરી વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી લાખો રૂપીયા પડાવી લીધેલ ગેંગ ને સઘન શોધખોળ કરી શોધી લેવા જણાવેલ હોય જે અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. તથા પોલીસ સ્ટાફ ના માણસો સખત શોધખોળમા હતા સદરહુ ચીટર ગેંગ ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે ફરીયાદી ના ભાઇ સાથે લગ્ન કરાવી લગ્ન કરવા માટે ૧,૦૫૦૦૦/- રૂપીયા પડાવી લીધેલ તેમજ લગ્ન બાદ ફરીયાદી ની સ્કુટી મો.સા. તથા રૂપીયા પડવી લઇ વીશ્વાસઘાત તથા છેતરપીંડી કરી રફુચકકર થઇ જનાર લગ્ન કરી લાખો રૂપિયા પડાવી રફુચકકર થઇ જતી અને છેલ્લા છ માસ થી નાસતી ફરતી ચીટર ગેંગ ની મહિલા આરોપી મોનાલી ડો/ઓ સુભાષભાઇ નીકમ ઉવ.૨૩ મુળ રહે. પીપલાગાવ ગ્રામપંચાયત તા.જી.યેવતમલ મહારાષ્ટ્ર વાળી ને ગારીયાધાર પો.સ.ઇ. એમ પી પંડ્યા તથા પોલીસ ટીમ દ્વારા ધુડસીયાગામ તા.ગોંડલ જી.રાજકોટ ખાતે થી ગારીયાધાર પોલીસે ઝડપી લઇ ગુનાના કામે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.