આઇ.જી.પી. અશોકકુમાર યાદવ ભાવનગરનાઓ તરફથી દારૂ/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વપયે ભાવનગર જિલ્લાના મે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ ના.પો.અધિ. એમ.એચ.ઠાકર સાહેબની સીધી સુચના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.જી.પટેલ સા.ની સુચનાથી ડી.સ્ટાસફનાં માણસો એ.એસ.આઇ પી.પી.રાણા તથા હેડ કોન્સ ડી.કે.ચૌહાણ તથા હેડ કોન્સ પી.ડી.ગોહીલ, દીપસંગભાઇ ભડારી તથા પો.કો સત્યજીતસિંહ પ્રધુમનસિંહ તથા પો.કો કુલદીપસિંહ કનકસિંહ તથા પો.કો અતુલભાઇ કનુભાઇ તથા પો.કો નારણભાઇ પુજાભાઇ તથા પો.કો વિરભદ્રસિંહ ગોહીલ તથા વુ.પો,કો નિલમબેન વિરડીયા એ રીતેનાં પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યા ન બાતમીરાહે હકીકત મળેલ કે, રેલ્વે કોલોની રેલ્વે સ્ટેડીયમ પાછળ શેરીમા ખુલ્લામાં ગોળ કુડાળુવળી પૈસા-પાના વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમીનાં આધારે રેઇડ કરતા સદરહું જગ્યાએથી (૧) દીપકભાઇ રમજાનભાઇ મલીક (૨) સજયભાઇ ઉર્ફે નાનજીભાઇ નાગજીભાઇ બારૈયા (૩) મથુરભાઇ ભોળાભાઇ બારૈયા (૪) ઘન્શયામભાઇ મેરામણભાઇ ચૌહાણ (૫) હરેશભાઇ ભીખાભાઇ વાળોદરા રહે.તમામ ભાવનગરવાળાઓ કુલ રોકડ રૂપીયા ૧૮,૪૦૦/- ના મુદૃામાલ સાથે પકડાઇ જઇ પાચેય ઇસમો વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્હો કરતા તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.