રાણપુરમાં ભરવાડ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

578

આ નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણના કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરી બાપુ-થરા તથા વિરમગામ મતવિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહીત ભરવાડ સમાજના હજારો લોકો ઉમટી પડ્યા

બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદી અને ગોમા નદી વચ્ચે આવેલ રાણાજી ગોહિલના પુરાતન ગઢના મેદાનમાં આજરોજ તારીખ.૨૧/૧૧/૧૯ના રોજ સમસ્ત મેવાડા (ભરવાડ) સમાજ દ્વારા નવચંડી યજ્ઞ અને અપૈયા નિવારણ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સવારે ૮ કલાકે નવચંડી યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અપૈયા નિવારણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.જ્યારે ૧૧ કલાકે સંતો મહંતોનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યુ હતુ જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત તારીખ-૨૦/૧૧/૧૯ના રોજ રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાલાભાઈ ભરવાડ, રીન્કલ મકવાણા દ્રારા ગરબાની રામઝટ બોલાવવામાં આવી હતી.આ નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણના કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર મહંત ઘનશ્યામ પુરી બાપુ-થરા,વિરમગામ મતવિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, મકરબા(અમદાવાદ)ના સરપંચ રામભાઈ ભરવાડ,સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના પૂર્વ ચેરમેન રામભાઈ મેવાડા(ભરવાડ)ચોટીલા,નિવૃત ડી.વાય.એસ.પી-એન.સી.ગમારા,તલાટી કમ મંત્રી સાતાભાઈ તેમજ રાણપુરના સંતો પુજ્ય ગીરનારીબાપુ,કનૈયાદાસ બાપુ સહીત મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા

તૈમજ રાણપુર રબારી સમાજના આગેવાન જીવાભાઈ રબારી,રાણપુરના વતની ભાવનગર બ્રહ્મ સમાજના આગેવાન દીપકભાઈ રાવળ તથા રાણપુર માલધારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણ કાર્યક્રમમાં મેવાડા ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આવેલ તમામ લોકો માટે મહાપ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યાબાદ સાંજે ૪ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યુ હતુ…

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleબોરતળાવ પોલીસ દવારા તીનપતી નો જુગાર રમતા 5 ઈસમો ને 18,400/- ના મુદામાલ સાથે ઝડપાયા
Next articleરાણપુરના અળવ ગામે જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ