લોકોને જાગૃત બની રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આગળ આવવા અનુરોધ-વિશાલ ગુપ્તા,કલેક્ટર
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ખાતે જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી લલીત નારાયણ સીંગ સાંદુની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાએ અળવ ખાતે યોજાયેલ આ રાત્રી સભામાં ઉપસ્થિતિ લોકોને જાગૃત બની રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ તકે ગ્રામજનો દ્વારા ગામ તળાવને ભરવા માટે, એસ. ટી બસની સુવિધા, આંગણવાડીના મકાન બનાવવા બાબત, શાળામાં વર્ગ વધારવા બાબત, પાક નૂકશાની માટે રી-સર્વે કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો રજુઆતો કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ ગ્રામજનો દ્વારા આ રાત્રી સભામાં રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોના ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવાની સાથે ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય તેવું આયોજનબધ્ધ કાર્ય કરવા સબંધિત અધિકારીઓને તાકિદ કરી હતી.આ રાત્રી સભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક,પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર