ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દરેક સરકારી યોજનાઓ નો લાભ છેવાડાના માનવી સુધી પહોચે તે ઉદ્દેશ્ય થી શરુ કરવામાં આવેલ પાંચમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં હળીયાદ,પીપળી,દરેડ,કાળાતળાવ,દુદાધાર,મેલાણા,લોલોયાણા,ખેતાટીબી,હડમતિયા,વાવડી,નવાગામ લો,કંથારીયા,લીંબડા સહિતના ગામ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઇ અગત્યના કાર્ડ અને દાખલાઓ સહિત માં કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધસહાય, આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રીમીલેયર સર્ટિ, આધારકાર્ડ, રેશનકાર્ડ, લગ્ન નોધણી, 7-12 8 અ, દિવ્યાંગ પ્રમાણપત્ર, સહીત ઘણીબધી યોજનાઓનો લાભ એકજ જગ્યાએ થી મેળવ્યો. આ સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના અભયસિંહ ચાવડા, ધ્રુવ ભટ્ટ, હરેશ ચાવડા, મયુરસિંહ રાયજાદા, તેમજ વિજયસિંહ ગોહિલ પચ્છેગામ, તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ સદસ્ય ઓ, તેમજ કંઠારીયા સરપંચ ભાવેશભાઈ સોલંકી, હડમતીયા સરપંચ ચંદુભાઈ ભટ્ટ, દેવરાજભાઈ કુવાડીયા સહિત મોટી સંખ્યામાં લોકો ની હાજરી
રિપોર્ટ :- ધર્મેન્દ્રસિંહ સોલંકી