હવે જેક્લીન એક્શન ફિલ્મ અટેકનુ શુટિંગ કરવા તૈયાર

556

ફિલ્મ અભિનેત્રી જેક્લીને જાહેરાત કરી છે કે તે પોતાની આગામી ફિલ્મ અટેકનુ શુટિંગ આગામી વર્ષે જાન્યુઆરીથી શરૂ કરનાર છે. આને લઇને તે હાલમાં તૈયારી કરી રહી છે. ફિલ્મમાં જહોન અબ્રાહમ અને રકુલ પ્રિત પણ કામ કરી રહ્યા છે. જેક્લીને કહ્યુ છે કે તે ફિલ્મમાં એક શાનદાર રોલ કરી રહી છે. તે રકુલ પ્રીતની પ્રશંસા કરતા કહે છે તે તે જે રોલ કરી રહી છે તે રોલ પણઁ ખુબ શાનદાર છે. જેક્લીને કહ્યુ છે કે જ્યારે તેને ફિલ્મની પટકથા સાંભળી ત્યારે તેને લાગ્યુ હતદુ કે ફિલ્મમાં રકુલની ભૂમિકા તો ખુબ શાનદાર છે. તેને લાગે છે કે ફિલ્મમાં તે તેના રોલ સાથે ન્યાય કરી શકશે. તેને ખુશી છે કે તે આ ફિલ્મના એક હિસ્સા તરીકે બની રહી છે. ફિલ્મનુ શુટિંગ કરતા પહેલા એક સવાલના જવાબમાં જેક્લીને કહ્યુ હતુ કે અમે જાન્યુઆરી મહિનાથી ફિલ્મનુ શુટિગ શરૂ કરવા જઇ રહ્યા છીએ. ફિલ્મ અટેકમાં લક્ષ્ય રાજ આનંદ ફિલ્મના નિર્દેશક તરીકે પ્રથમ વખત કામ કરનાર છે. જહોન અબ્રાહમ ફિલ્મના નિર્માતા તરીકે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં જહોન અબ્રાહમ ત્રાસવાદીઓની સામે જડંગ ખેલતો નજરે પડનાર છે. ફિલ્મમાં તે જોરદાર એક્શન દિલધડક સીનમાં દેખાનાર છે. એક્શન ફિલ્મ હોવાના કારણે તમામ ચાહકોને ફિલ્મ પસંદ પડી શકે છે. ફિલ્મને લઇને તમામ કલાકારો પોતાની રીતે આશાવાદી છે. રકુલે દે દે પ્યાર દેમાં સારી ભૂમિકા કરી હતી.

Previous articleલાઠી તાલુકા માં ૨૫/૧૧ થી શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ ૨૫૭૪૫ બાળકો ની કરાશે તપાસ પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં સંકલન
Next articleરેડ બિકીનીમાં ઇશા ગુપ્તા ફરીવાર હોટ અવતારમાં