રેડ બિકીનીમાં ઇશા ગુપ્તા ફરીવાર હોટ અવતારમાં

633

બોલિવુડની અભિનેત્રી ઇશા ગુપ્તા વારંવાર તેના હોટ ફોટાઓને લઇને ચર્ચા જગાવતી રહે છે. હવે ઇશા ગુપ્તાએ ફરી એકવાર જોરદાર ચર્ચા જગાવી દીધી છે. તે તેના નવા સેક્સી લુકમાં હવે દેખાઇ રહી છે. સોશિયલ મિડિયા પર ઇશા ગુપ્તા દ્વારા હવે એક નવો ફોટો મુકવામાં આવ્યો છે. જેમાં તે ખુબ સેક્સી અવતારમાં દેખાઇ રહી છે. ઇશા ગુપ્તાએ પોતાના લેટેસ્ટ સોશિલ મિડિયા પોસ્ટમાં જે ફોટો મુક્યો છે તેના કારણે ચાહકો પણ રોમાંચિત છે. તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ ફોટોમાં તે રેડ બિકીનીમાં નજરે પડી રહી છે. સુપર હોટ અવતારમાં તે વારંવાર ફોટો મુકતી રહે છે પરંતુ તેને આમાં થોડીક પ્રશંસા સિવાય કોઇ મોટી સફળતા મળી રહી નથી. તેની પાસે કોઇ મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી નથી. ઇશાએ ફોટોશુટમાં રેડ બિકીનીની ઉપર ડેનિમ જેકેટ પહેરીને રાખી છે. સોશિયલ મિડિયા પર ફેન્સ ફોટો જોઇને તેના હોટનેસની પ્રશંસા કરી રહ્યા છે., સ્મોકી આઇઝ, બીચ વેવ્સ અને હુપ ઇયરરરિગ્સના ઇશાના લુકને લઇને તમામ ભારે પ્રભાવિત છે. ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને સેક્સી ક્લિક્સ માટે ચાહકોમાં ખુબ લોકપ્રિય રહી છે. ફોલોઅર્સને તે વારંવાર હોટ ફોટોથી ટ્રીટ કરતી રહે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઇશા ગુપ્તાએ વર્ષ ૨૦૧૨માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ જન્નત મારપતે પોતાની બોલિવુડ કેરિયર શરૂ કરી હતી. જન્નત-૨ ફિલ્મ સાથે કેરિયર શરૂ કર્યા બાદ તેની છાપ એક સેક્સી અને હોટ સ્ટાર તરીકે થઇ ગઇ હતી. તે રાજ થ્રી ડી, રૂસ્તમ , કમાન્ડો-૨ અને બાદશાહો ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ પુરવાર થઇ હતી. હાલમાં તેની પાસે કેટલીક સારી ફિલ્મ રહેલી છે. જો કે તે મોટા રોલ કરવા માટે આશાવાદી બનેલી છે. છેલ્લે તે ટોટલ ધમાલ નામની ફિલ્મમાં
નજરે પડી હતી. જેમાં તે અજય દેવગનની સાથે દેખાઇ હતી. તે હોટ ફોટાઓ મુકીને ભારે પ્રશંસા મેળવી રહી હોવા છતાં તેને સારી ફિલ્મો હાથ લાગી રહી નથી. ઇશા ગુપ્તા બોલિવુડની સાથે સાથે ફેસન અને મોડલિંગ સાથે જોડોલા પ્રોજેક્ટમાં રહેલી છે. તે મિડિયામાં સતત ચર્ચામાં રહે છે. તેને હોલિવુડની અભિનેત્રી એન્જેલિના જોલી સાથે પણ કેટલાક ચાહકો સરખાવે છે. તે જોલી જેવા લુકના કારણે પણ ચાહકોમાં લોકપ્રિય છે. કેટલાક ઓછા જાણકાર લોકો તો તેને વિદેશી અભિનેત્રી તરીકે ગણે છે.

Previous articleહવે જેક્લીન એક્શન ફિલ્મ અટેકનુ શુટિંગ કરવા તૈયાર
Next articleહિમાલયા ડ્રગ કંપનીએ પશ્ચિમ બંગાળ માટે ફ્લેગશીપ ઈનિશિયેટિવ ‘મુસ્કાન’ શરૂ કર્યુ કે જેથી ક્લેફ્ટ અંગે જાગૃતિ લાવી શકાય