ચાર્જમાં આવેલ તલાટી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને પંચાયતના રૂપિયાનો વહીવટ કરતા કર્મચારી રજા ઉપર ઉતરી ગયા,રોગચારો ફેલાય તો જવાબદાર કોણ

બોટાદ જિલ્લાનું રાણપુર આશરે ૨૫૦૦૦ હજાર આસપાસ વસ્તી ધરાવતુ ગામે છે અને ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરે છે.રાણપુર ગ્રામ પંચાયતના સરકારી વાહનોમાં આશરે ૮ દિવસથી ડીઝલ નથી અને ડીઝલ ન હોવાના કારણે રાણપુર ગ્રામ પંચાયતના સરકારી વાહનો ધુળ ખાય છે જેમાં રીક્ષા.લોડર.ટ્રેક્ટર.ઈલેક્ટ્રીક વિભાગની રીક્ષા સહીતના વાહનો ૮ દિવસથી ડીઝલ ન હોવાના કારણે બંધ હાલતમાં પડ્યા છે આ તમામ વાહનો રાણપુરમાં સફાઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે પણ વાહનોમાં ડીઝલ ન હોવાના કારણે હાલ રાણપુરના તમામ રસ્તા તેમજ શેરીઓ કચરો તેમજ ગંદકીથી ખદબદી રહી છે.ઈલેક્ટ્રીક કામ માટેની રીક્ષા માં ડીઝલ ન હોવાના કારણે રાણપુર ના કેટલાક વિસ્તારોમાં લાઈટ બંધ થવાને કારણે અંધારપટ છવાઈ ગયેલો છે જ્યારે હાલના જે તે તલાટી ગ્રામ પંચાયતમાં આવેલ તેઓ કોઈ પણ જાતની જવાબદારી લેવા માટે તૈયાર નથી.જ્યારે પંચાયતના રૂપિયાનો વહીવટ કરતા કર્મચારી પણ રજા ઉપર ઉતરી જતા રાણપુરની પરીસ્થીતી વધુ ગંભીર બનતી જાય છે આઠ-આઠ દીવસથી રાણપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે

જેના કારણે રાણપુરના આશરે ૨૫૦૦૦ હજાર લોકોનું આરોગ્ય જોખમ માં મુકાયુ છે.અને રોગચારો ફાટી નિકળવાની શક્યતા સેવાઇ રહી છે.જ્યારે વધુ માં મળતી માહીતી મુજબ રાણપુરમાં ગંદકીને કારણે ડેન્ગ્યુ તેમજ વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં દીવસે દીવસે વધારો થતો જાય છે.જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો પણ હાલના વહીવટ થી કંટાળી ગયા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાં અમારૂ કોઈ સાંભળતુ નથી અને પંચાયતના સરકારી વાહનોમાં ડીઝલ ન હોવાને કારણે તમામ વિસ્તારોમાં ગંદકીના ઢગલા ખડકાય ગયા છે

તે કેવી રીતે હટાવવા આ આઠ દીવસથી ડીઝલના વાગે ગંદકીએ માજા મુકતા રાણપુરના લોકો માં ભારે રોષ ફેલાયો છે.જ્યારે આ અંગે રાણપુર ના લોકો કહી રહ્યા છે કે જો રોગચારો ફેલાય તો જવાબદાર કોણ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર