મહારાષ્ટ્રમાં શનિવારની સવારે ભારતીય રાજનીતિનો સૌથી મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો. શનિવારે સવારે બીજેપી અને NCPએ સાથે મળીને સરકાર બનાવી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ અપાવ્યા છે તો અન્ય તરફ NCPના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે અને એનસીપીના નેતા અજિત પવારે મહારાષ્ટ્રના નાયબમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા
એનસીપીના શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનના નેતૃત્વને લઈને કોઈ ગેરસમજ નથી, પરંતું આજ સવારે કંઈક જુદું જ ચિત્ર સામે આવ્યું
મુંબઈના નહેરુ સેન્ટરમાં શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે શિવસેના-એનસીપી-કૉંગ્રેસના ટોચના નેતાઓની બેઠક થઈ હતી.
ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે અને શિવસેના-એનસીપી તથા કૉંગ્રેસનું ગઠબંધન થશે, એવા દાવા શુક્રવારે રાત્રે કરવામાં આવ્યા હતા.
આ વચ્ચે શનિવારે સવારે અચાનક દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજિત પવારે મહારાષ્ટ્રના રાજભવન ખાતે મુખ્ય મંત્રી અને નાયબમુખ્ય મંત્રી તરીકે શપથ લઈ છે.