ભાવનગર મહાપાલિકાના બજેટ વર્ષ -ર૦૧૮-૧૯ની બેઠક મેયર નિમુબેન બાંભણીયા કમિશ્નરાોજ કોઠારી સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુરેશ ધાંધલ્યા ડે. મેયર મનભા મોરી સહિતનાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પ્રથમ દિને શિક્ષણ કમિટિનું રૂા. ૧રર,૧૯,૯પ,૦૦૦ની આવક તથા ખર્ચ અંગેનું સ્ટે. ચેરમેન સુરેશ ધાંધલ્યાએ રજુ કર્યુ હતું. આ બજેટને વિપક્ષ દ્વારા આંકડાઓની માયાઝાળ સાથે પ્રજાના પૈસાનું પાણી ગણાવ્યું છે.
ભાવનગર મહાપાલિકાના સભાખંડમાં યોજાયેલ બજેટ બેઠકમાં પ્રથમ દિને માત્ર શીક્ષણ બજેટ અંગેના રવાગ્યા સુધી ત્યારબાદ ૩ વાગ્યે બેઠક પુનઃ શરૂ થઈ હતી. શિક્ષણ બજેટમાં વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયા, રહીમભાઈ કુરેશી, પારૂલબેન ત્રિવેદી સહિતના વિપક્ષી સભ્યોએ શાસક તથા અધીકારીગણને ઘેરવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતાં. જેમાં તેઓ મહદ અંશે સફળ પણ થયા હતાં. કોંગી અગ્રણી અને પીઢ નેતા રહમીભાઈ કુરેશી દ્વારા સભાના અધ્યક્ષ તથા શિક્ષણ સમિતિના ચેરમેન નિલેષ સવલ સામેત ર્ક બધ્ધ દલીલો તથા એક બાદ એબ અસરદાર પોઈન્ટ ટુ પોઈન્ટના સવાલો કરતા ચેરમેન સહિત શાસક પક્ષના સભ્યો અવાક થઈ જવા પામ્યા હતાં અને શિક્ષણ સમિતિ ચેરમેન હોમવર્ક વિના સભામાં આવ્યા હોય હાથો હાથ ઝડપાઈ જવા પામ્યા હતાં. તેમના દ્વારા આપવામાં આવતા ઉત્તરોથી સભાનો માહોલ ઉત્તેજના ભર્યો બન્યો હતો.
આ બેઠકમાં વિપક્ષના ભરતભાઈ બુધેલીયાએ શાસક પક્ષ સાથે એવો આક્ષેપ કર્યો હતો કે બજેટ બેઠકમાં છેલ્લા પ વર્ષથી માત્રને માત્ર ઠાલા આશ્વાસનો તથા પ્રજાને આશા સિવાય કશુ સાંપડતું નથી. તો બીજી તરફ નેતા જયદિપસિંહ ગોહિએ શહેરમાં કેટલા કિલોમીટરના અંતે સરકારી શાળા હોવી જોઈએ તે અંગેનો અણીયાળો સવાલ પુછતા ચેરમેન દ્વારા તેનો ગોળ-ગોળ પ્રત્યુતર આપતા મામલો ગરમાયો હતો. જેમાં મુખ્ય સિવાયના સભ્યોએ પણ જંપલાવી સુર પુરાવ્ય્ હતો. આ ગ રમા-ગરમી પોણો કલાક જેવો સમય પસાર થયો હતો. અધિકારીગણ દ્વારા પ્રશ્નોતરીનો સંતોષ કારક જવાબ આપી શકતા ન હોય જેને લઈને શાસક પક્ષના સભ્યો દ્વારા અધિકારીગણનો ઉધડો લેવાતા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. આમ લાંબા બાદ વિવાદબ ાદ સાંજે શિક્ષણ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.