કોર્પોરેશન દવારા સેવા સેતુ કાર્યક્રમમા કુંભારવાડા ખાતે યોજાયો

505

ભાવનગર મહાનગરપાલિકા દવારા શુક્રવાર ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમ વડવા-બ વોર્ડ બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા-1 2, કુંભારવાડા ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેટરઓ રહીમભાઈ કુરેશી, કાંતાબેન બોરીચા, ગીતાબેન બારૈયા,નાયબ કમિશનર એન ડી ગોવાણી, સિટી એન્જિનિયર એસ જે ચંદારાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાયસન્સ, આવક ના દાખલા, સોગંદનામુ, રેશનકાર્ડ, આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત વ્યક્તિલક્ષી રજુઆતોને સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે 1044 લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleજૂનાગઢને રૂ.૧૭૦ કરોડના વિકાસ કાર્યોની મુખ્યમંત્રીશ્રીની ભેટ
Next articleરાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર-14 માં ભાવનગર ની ટીમ ચેમ્પિયન