ભાવનગર ટ્રાફિક પોલીસ અને આરટીઓ ના સહયોગથી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન્સ ઇન્ડસ્ટ્રી યુવા સંગઠન દ્વારા ટ્રાફિક નિયમન અંગે લોકજાગૃતિ આવે તે હેતુથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસપી કચેરી ખાતે આવેલ તાલીમ ભવન ખાતેથી યોજવામાં આવેલી રેલી માં જોડાયેલ ટ્રાફિક પોલીસ, આરટીઓ યંગ ઇન્ડિયન્સ ગ્રુપ, હાર્ડલી ગ્રુપ, ncc કેડેટ્સ સહિતના ને ટ્રાફિક ટ્રેનર માર્ગ સલામતિ ટ્રાફિક નિયમો અંગે શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ડીવાયએસપી સૈયદ સાહેબે લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
પોલીસ હેડકવાર્ટર ખાતે થી નીકળેલી બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ બાઈક રેલી ક્રેસન્ટ સર્કલ, નિલમબાગ, જ્વેલસ સર્કલ થઈ સરદાનગર ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલી દ્વારા લોકજાગૃતિ ફેલાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.