કમોસમી વરસાદને લીધે ઘોઘા તાલુકા ની સરકાર દ્વારા બાદબાકી કરતા ખેડૂતોમાં રોષ : પ્રમુખ સંજયસિંહ ગોહિલ

518

ઘોઘા તાલુકા પ્રમુખ સંજયસિંહ ગોહિલએ જણાવ્યા પ્રમાણે ઘોઘા તાલુકામાં 9.31(160%) મિમી વરસાદ પડ્યો છે જે દર વર્ષ કરતા 300મિમી થી 350 મિમી વધારે થયો છે સાથે કમોસમી વરસાદ અને ઉપર માવઠું પડતા ખેડૂતો ને પડયામાથે પાટુ જેવી સ્થિતિ છે છતાં સરકારે 33% અને તેથી વધુ પાકનુક્સાનમાં ઘોઘા તાલુકાની બાદબાકી કરી છે જે સરકારની ભેદભાવ ભરી નીતિ છે,વારંવાર રજુવાત છતાં તાલુકાને અન્યાય થતા આગામી દિવસોમાં આંદોલન કરશું અને જરૂર પડશે તો નામદાર કોર્ટમાં જવાની પણ તૈયારી સાથે સરકારની વાલા દવલાની નીતિ નો વિરોધ કરશું,સરકાર વીમા કંપનીઓ સાથે મળી ખેડૂતો ને અન્યાય કરી રહી છે,નુકસાન કરતા ઘણું ઓછું પેકેજ જાહેર કરી વીમા કંપનીઓ ને બચાવી રહી છે ત્યારે આંધળી બહેરી અને મૂંગી સરકાર સામે મકમતાથી લડવું પડશે ચાલો સહુ સાથે મળી હક અને ન્યાયની લડતમાં સાથે મળી લડત કરીયે.

Previous articleટ્રાફિક નિયમન અંગે લોકજાગૃતિ આવે તેથી બાઇક રેલીનું આયોજન કરાયું
Next articleભાવનગર જિલ્લા ત્રીજા વર્ગ મહેસુલી કર્મચારી મંડળના કારોબારી મંડળ ની ચૂંટણી યોજાઈ