ભાવનગર જિલ્લા ત્રીજા વર્ગ મહેસુલી કર્મચારી મંડળના કારોબારી મંડળ ની ચૂંટણી યોજાઈ

498

કલેકટર કચેરી ખાતે યોજવામાં આવેલ મતદાન પ્રક્રિયામાં મંડળના સભાસદોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. કારોબારી મંડળના 16 સભ્યોની ચૂંટણી માટે 24 ઉમેદવારીએ દાવેદારી નોંધાવી હતી.

મહેસુલી કર્મચારી મંડળની ચૂંટણી અંગે વર્તમાન પ્રમુખ કે.બી.ગોહિલે માહિતી આપી હતી. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. નવી કારોબારીની પ્રથમ બેઠકમાં મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ, મંત્રી અને ખજનચીની વર્ણી કરવામાં આવશે.

Previous articleકમોસમી વરસાદને લીધે ઘોઘા તાલુકા ની સરકાર દ્વારા બાદબાકી કરતા ખેડૂતોમાં રોષ : પ્રમુખ સંજયસિંહ ગોહિલ
Next articleનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વાંચે ગુજરાત અંતર્ગત વાંચન વિવેચન કાર્યક્રમ યોજાયો