સિહોર તાલુકાના સોનગઢ પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સને ગત મોડીરાત્રે સોનગઢ પોલીસે પૂર્વ બાતમી આધારે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
હે.કો. આર.એન. ગોહિલ, હે.કો. પી.જી. ગોહિલ, પો.કો. અર્જુનસિંહ એલ. ગોહિલ, પો.કો. નીતિનભાઈ હરીભાઈએ રીતેના પો. સબ ઈન્સ. આર.બી. વિહોલ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટાઉન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે કુલદિપભાઈ ઉર્ફે અગલો ધનજીભાઈ કોળી રહે.સોનગઢ પ્લોટ વિસ્તારવાળો સોનગઢ જીથરી ગામના રસીકભાઈના એસ.આર. પેટ્રોલપંપે નોકરી કરે છે તેની પાછળ પરપ્રાંતિય વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે અને હાલમાં દારૂનો જથ્થો પંપની પાછળ આવેલ બાવળની કાટમાં રાખેલ છે. બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા એક ઈસમ પોલીસને જોઈ નાસવા લાગવા સાથેના પોલીસ કોન્સ. ગૌતમભાઈ રામાનુજ મજકુરની પાછળ દોડી જેમનો તેમ પકડી રાખી પોતે પોતાનું નામ કુલદિપ ઉર્ફે અગલો ધનજીભાઈ ગોહિલ જાતે કોળી રહે.સોનગઢ પ્લોટ વિસ્તાર તા.સિહોરવાળો હોવાનું જણાવેલ અને મજકુર ઈસમને વિદેશી દારૂ બાબતે પુછતા પોતે વિદેશી દારૂનો જથ્થો પેટ્રોલપંપની પાછળ આવેલ બાવળની કાટાની વાડમાં સંતાડેલ હોવાનું જણાવેલ જે જગ્યાએ ચેક કરતા કુલ પરપ્રાંતની દારૂની બોટલો નંગ-૬૦ની કુલ કિ.રૂા.૧૯૮૦૦નો મુ.માલ પોતાની કબ્જા ભોગવટાની દુકાનમાં રાખતા આ અંગે ઈસમ પાસે પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવતો હોય જે બાબતેનું વિગતવારનું પંચનામુ કરી કુલદિપ ઉર્ફે અગલો ધનજીભાઈ ગોહિલની ધોરણસર અટક કરવામાં આવેલ.