ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે અનુસ્નાતક ડીગ્રી એમ.કોમ., એમ.એસ.ડબલ્યુ એમ.એસ., ફેશન ડીઝાઈનીગ, ડી.એન.વાય.એસ. ફેકલ્ટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક ડીગ્રીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીનીઓ દ્વારા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલે વિદ્યાર્થીનીઓને તેના ભાવી જીવન વિશે શુભેચ્છા આપી પોતાના જીવનમાં સફળ નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી. કોલેજના મેનેજીંગ ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ અભ્યાસ પૂર્મ કર્યા બાદ નોકરીની રહેલી વિવિધ તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીનીઓએ પોતાના કોલેજના દિવસો યાદ કરી પોતાના અનુભવો રજુ કર્યા હતા.
અનુસ્નાતકના વિદ્યાર્થીઓને પોતાની ફેરવેલ યાદ રહે તે માટે મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના મ્યુઝીશિયન જગતભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.