ઘોઘા તાલુકા આરોગ્ય તપાસણી કાર્યકર્મ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયો,જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.લાખાણી, મેડિકલ ઓફિસર ડો.ખીમાણી,ડો.ભોજ ,આર.બી.એસ.કે.મેડિકલ ઓફિસર ડો.રાણા,ડો દયાબેન,તાલુકા સુપરવાઇઝર મંધરાભાઈ,પી.એચ.સી.વાળુકડ અને ઘોઘા તાલુકા હેલ્થ સ્ટાફ,આંગણવાડી ની બહેનો,શિક્ષક મિત્રો અને બાળકો ઉપસ્થિત રહયાહતા.

18 વર્ષ સુધીના બાળકો ને આંગણવાડી,પ્રાથમિક શાળાઓ,આશ્રમો માં તપાસ કરી સારવાર કરવામાં આવશે,ઘોઘા આરોગ્ય વિભાગ દ્વારા જુના પાદર ગામના જયમીન જીગરભાઈ વઢવાણા ને હદયની સારવાર અને ઉત્તમ મુકેશભાઈ બારૈયા ની હૃદયની સારવાર આમદાવાદ ખાતે કરાવવામાં આવી જેમાં સફળતા મળી છે,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આરોગ્યને લગતી માહિતી આપવામાં આવી સાથે ઘોઘા તાલુકા આરોગ્ય વિભાગની સારી કામગીરીની પ્રસંશા કરવામાં આવી.