જિલ્લામાં રોડ કામનાં કોન્ટ્રાકટરો અધિકારીઓને ગણકારતા નથી
જિ.પં.ની મળેલી સાધારણ સભામાં અધિકારીઓએ ખુલાસો કર્યો : અમુક અમારૂ માનતા નથી
ભાવનગર, સોમવાર
ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા આજરોજ પ્રમુખ વકતુબેન મકવાણાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં ગત મળેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવામાં આવી હતી.
આ સભામાં કોંગ્રેસ અને ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ ભાવનગર જિલ્લામાં હાલમાં ભારે વરસાદનાં કારણે ડામર રોડ તુટી ગયા છે અને બિસ્માર હાલતમાં છે જેનાં કારણે વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ મૂશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત રોડ પર બાવળનાં ઝુંડના કારણે પણ કેટલાંક વાહન અકસ્માતો થાય છે. આ બાબતે જવાબદાર અધિકારીઓએ સ્થળ તપાસ કરવી જાઈએ અને તાત્કાલીક આવા રોડ રીપેર થવા જાઈએ અને જંગલ કટીંગની કાર્યવાહી કરવી જાઈએ. કોંગ્રેસના સદસ્યોએ
આભાર – નિહારીકા રવિયા રોડ-રસ્તાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચ્ચાર થતા હોવાના આક્ષેપો કર્યા હતા.
આ સભામાં જિલ્લા પંચાયતના મા. અને મ. વિભાગનાં કાર્યપાલક ઈજનેર સામે એવા પણ આક્ષેપો થયા હતા કે, રોડ બનાવતા કેટલાંક કોન્ટ્રાકટરો અધિકારીઓનું માનતા નથી, અધિકારીઓને ગણકારતા નથી ત્યારે આ સભામાં ઉપિસ્થત અધિકારીએ પણ એવુ કબુલ્યુ હતુ કે, અમુક કોન્ટ્રાકટરો અમારૂ માનતા નથી. ચોમાસાની સિઝન બાદ ગેંરેટી પીરીયડમાં હોય તેવા રોડ તાત્કાલીક રીપેર કરવા પણ વિપક્ષના નેતા પદુભા ગોહિલ અને પુર્વ નેતા સંજયસિંહ સરવૈયાએ રજુઆતો કરી હતી અને જે રોડ કે, નાળા-બ્રિજ તુટી ગયા હોય તે અંગેની સભ્ય પાસેથી દરખાસ્ત મંગાવવી જાઈએ અને સભ્યો જે કામનું સુચન કરે તે તાત્કાલી થવું જાઈએ. સભ્યોને મહત્વ આપવુ જાઈએ તેમ પણ સંજયસિંહે જણાવ્યું હતુ. આ મુદ્દે ચર્ચામાં ભાગ લેતા ભાજપના અગ્રણ્ય પેથાભાઈ આહિરે પણ શુરમાં શુર પુરાવ્યો હતો અને રોડનાં કામો બાબતે પોતાનો બળાપો ઠાલ્વયો હતો.
આ મુદ્દે સભ્યોએ તેમ પણ જણાવ્યુ હતુ કે, રોડનું કામ થતુ હોય ત્યારે કોઈ જવાબદાર અધિકારી કે, સુપરવાઈઝર હોતા નથી જેના કારણે ગુણવંતાવાળા રોડ-રસ્તા નહી બનતા થોડાક સમયમાં રોડ તુટી જાય છે. ઉપરાંત વિપક્ષના નેતા પદુભાએ આક્ષેપ કર્યો હતો કે, ટેન્ડર મુજબ રોડ થતા નથી અને જે માપ હોય તેમ પણ રોડ થતાં નથી તેને પેથાભાઈએ સમર્થન આપ્યુ હતુ અને રોડના કામોમાં બેફામ ભ્રષ્ટાચ્ચાર થતો હોવાનું તેમણે જણાવ્યું હતુ.
આ મળેલી સાધારણ સભામાં વિપક્ષનાં પુર્વ નેતા સંજયસિંહ સરવૈયાએ રેતી-કંકર, સ્ટેમ્પ ડયુટી અને પશુપાલન વિભાગની ગ્રાંટ બાબતે પ્રશ્ન પુછયો હતો જેમાં સંજયસિંહએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા ઉપકરના દરમાં વધારો કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ તેનો વિરોધ કરશે. ર૦૦ ટકા વધારવાનો તેમણે વિરોધ કર્યો હતો. પ્રજા પર બોજ નાખવામાં ન આવે અને પ્રજા પાસે વધારે પ્રમાણમાં ટેકસ લેવામાં ન આવે તેમ તેમણે જણાવ્યુ હતુ. તેમજ આ અંગેની જે ગ્રાંટ આવે છે તે પૈકીની તમામ સભ્યોને સરખે ભાગે તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે ફાળવવી જાઈએ ફકત બે-પાંચ સભ્યો પુરતી આ ગ્રાંટ આવતી નથી તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તળાજા તાલુકાને એક કરોડની ગ્રાંટ જયારે ઉમરાળા તાલુકાને ૧ર કરોડની ગ્રાંટ ફાળવવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે. ઉપરાંત અમુક કમીટીના સભ્યોની સંખ્યા કોરમ પુરૂ ન હોય તેવી બેઠકો રદ્દ થવી જાઈએ. અને મનફાવે તેવા ઠરાવો પણ ન થવા જાઈએ તેમ સંજયસિંહએ જણાવ્યુ હતુ.
આજરોજ જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભામાં પ્રમુખ વકતુબેન મકવાણા, ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, વિપક્ષના નેતા પદુભા ગોહિલ, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય આર.સી. મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પેથારભાઈ આહીર, પૂર્વ નેતા સંજયસિંહ સરવૈયા, નિતાબેન રાઠોડ, ભરતભાઈ હડીયા, નિર્મળાબેન જાની, ભાણજીભાઈ સોસા, ગોવિંદભાઈ બોરડીયા સહિતના ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો અને સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા.