મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ એ શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ કરી ચક્કાજામ કર્યો

596

તાજેતરમાં શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયકની ભરતીનાં ફોર્મ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયેલ છે. જેમાં રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા એસએનડીટીની માન્યતા પ્રાપ્ત ડિગ્રીવાળી વિદ્યાર્થીનીઓને તેમા ગેરલાયક ઠેરવતા હોવાનો પરિપત્ર બહાર પડાયેલ છે

તેનાં વિરોધમાં આજે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ કોલેજ બહાર રોડ ઉપર ઉતરી આવી હતી અને રસ્તા ઉપર બેસી જઈને ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને શિક્ષણ વિભાગનાં પરિપત્રનો વિરોધ કર્યો હતો.

કોઈપણ પરિપત્ર બહાર પડાયતો વર્તમાન સમયથી હોય, પંરતુ સરકારે ૨૦૧૨ની સાલથી પરિપત્રનો અમલ કરાશે તેવું જણાવતા વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે.

Previous articleશાસકોએ ઉપકર મા ૨૦૦ % નો વધારો કરતા વીપક્ષે કર્યો વિરોધ
Next articleલોકસંસાર દૈનિક અખબારની જાણીતી કોલમ જનરલ નોલેજના જારજીસ કાઝીનો આજે જન્મદિવસ