અમદાવાદ-સુરતમાં ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે કમિટીની રચના કરાશે :ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

401

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં BRTS દ્વારા થયેલ
અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અમદાવાદ-સુરતમાં
અકસ્માત અને ટ્રાફિક નિયમન માટે એક અલાયદી કમીટીની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આજે ગાંધીનગર ખાતે અમદાવાદ શહેરમાં થતાં અકસ્માતો તથા ટ્રાફિક નિયમન માટે મહેસૂલ મંત્રી
શ્રી કૌશિકભાઇ પટેલ, મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિત અમદાવાદના ધારાસભ્યો, કોર્પોરેટરશ્રીઓ અને
પોલીસ તથા વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં વિસ્તૃત
ચર્ચા વિચારણા કરાઇ હતી.

બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યના
સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ BRTSના અકસ્માતથી મૃત્યુ પામેલ યુવાનો માટે
દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને આ માટે નક્કર પ્રયાસો હાથ ધરવા સૂચના આપી છે જેના સંદર્ભે આ
બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક-નિયમન માટે અમદાવાદ પોલીસ કમિશનરના
અધ્યક્ષે તથા મ્યુનિસિપલ કમિશનરના ઉપાધ્યક્ષ પદે કમીટીની રચના કરાશે. જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર,
સીટી એન્જીનીયર, જોઇન્ટ પોલીસ કમિશનર(ટ્રાફિક) સભ્યો તરીકે રહેશે. આ કમીટી દર પંદર દિવસે મળશે
અને તે મુજબની કામગીરી કરશે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને BRTS દ્વારા અકસ્માત ન
થાય તે માટે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરાશે. સમગ્ર BRTS કોરીડોરને CCTVથી વધુ સુસજજ કરાશે. BRTS ટ્રેક
પર ખાનગી વાહનો જે ઘૂસી જાય છે એ સંદર્ભે પણ કોગ્નીઝેબલ ગુનો ગણીને દંડનીય કાર્યવાહી કરાશે અને
ધરપકડ પણ કરવામાં આવશે. BRTSના ખાનગી સંચાલકો દ્વારા વર્કલોડના કારણે ડ્રાઇવરોને નિશ્ચિત
સમયમાં પહોંચવાનું હોય છે જેના કારણે ગતિ વધુ હોય છે. તેમ છતાંય બસોની ગતિ મર્યાદા બાંધી દેવાઇ છે
તેનો સુરતમાં પણ આગામી સમયમાં અમલ કરાશે.


મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરની BRTSનો સમગ્ર કોરીડોર CCTV થી સુસજ્જ છે જ પરંતુ
નબળી લેન્ડવીથના કારણે તેના વીડિયો ગુણવત્તાલક્ષી મળતા નથી. આ માટે પણ સત્વરે કામગીરી કરાશેઅને સમગ્ર કોરીડોરને ઉચ્ચ પ્રકારની સુવીધાથી સજ્જ કરી દેવાશે. BRTSના સમગ્ર માર્ગ પર જ્યાં જરૂર
હશે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટેની પણ વિચારણા કરાઇ છે. તે સંદર્ભે પણ આગામી સમયમાં વ્યવસ્થા
ગોઠવવાનું અમારુ આયોજન છે. BRTSના જે સંભવિત અકસ્માતના સ્થળો છે તે સ્થળોની આવતીકાલે
ગૃહમંત્રી શ્રી જાડેજા સ્થળ મુલાકાત લેનાર છે તેમની સાથે અધિકારીઓ પણ જોડાશે.
મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, BRTS દ્વારા થતા અકસ્માતો સંદર્ભે રાજ્ય સરકાર
સંપૂર્ણ સંવેદનાથી કામ કરે છે. કોઇપણ વ્યક્તિને મહામૂલી જિંદગી ગુમાવવી ન પડે તે માટે ટ્રાફિક
નિયમનની વ્યવસ્થાઓ છે. તેને વધુ સુદ્રઢ બનાવીને આ માટે કાયમી વ્યવસ્થાઓ ઉભી થાય તે માટે જરૂરી
સૂચનો કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે શહેરમાં ટ્રાફિકનું નિયમન પદ્ધતિસરનું થાય તે માટે પણ સઘન આયોજન કરવું
જોઇએ તથા નવા વિકાસના કામો હાથ ધરવામાં આવે ત્યારે ટ્રાફિકને અડચણ ન થાય તે મુજબના આયોજન
કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું.
આ બેઠકમાં શહેરના ધારાસભ્યો, મ્યુનિસિપાલિટીના પદાધિકારીઓએ BRTS કોરિડોરમાં સુધારાઓ,
ટ્રાફિક નિયમન કરવા માટે તથા ટ્રાફિકની સમસ્યાઓનું સત્વરે નિરાકરણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
એ સંદર્ભે અધિકારીઓએ પણ તેનું સત્વરે નિરાકરણ લાવવા તત્પરતા દર્શાવી હતી.
આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો, સહિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંગીતા
સિંધ, ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ શ્રી સુનયના તોમર, રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા,અમદાવાદ પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટિયા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા,
વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજૂ સહિત પોલીસ અને વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમાં અનુસૂચિત જાતિની વધુ વસતી ધરાવતા ૧૧ જિલ્લાના ૨૫ ગામોની પ્રધાનમંત્રી
આદર્શ ગ્રામ યોજના (PMAGY)ના બીજા તબક્કામાં પસંદગી કરવામાં આવી છે. આ ગામોમાં
આરોગ્ય-પોષણ, શિક્ષણ, પીવાનું પાણી, રોજગારી, સામાજિક સુરક્ષા, રસ્તા, વિજળી, કૃષિ અને
ડિજિટાઇઝેશન જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ સામાજિક ન્યાય અને
અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંગે
ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય સલાહકાર સમિતિની બેઠકમાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્રની ગ્રાન્ટનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને તેનો લાભ ગામના
છેવાડાના લાભાર્થીને મળે તે સુનિશ્ચિત કરવું જોઇએ. પસંદગી થયેલા ગામોની રૂબરૂ મુલાકાત
લઇને તેમની જરૂરિયાત મુજબના કામોને પ્રાથમિકતા આપવી જોઇએ. કન્વર્ઝન્સના કયા કામો પૂર્ણકર્યા અને કયા બાકી છે તેની સ્થળ તપાસ કરીને તે કામો સત્વરે પૂર્ણ થાય તેના ઉપર ભાર મૂકવા
સંબંધિત વિભાગના વડાઓને મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલે કહ્યું હતું કે,
PM આદર્શ ગ્રામ યોજનાના બીજા તબક્કામાં જે ગામમાં કુલ વસતિના ૫૦ ટકા અથવા ૫૦૦ થી
વધુ અનુસૂચિત જાતિની વસતી હોય તે ગામોને પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા
ગામોમાં પ્રાથમિક વિકાસ માટે પ્રતિ ગામ રૂા.૨૫ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટમાંથી
સરકારે તમામ આવશ્યક સેવાઓ અને સુવિધાઓ પુરી પાડવાની હોય છે. આ પસંદ કરાયેલા
ગામોમાં કન્વર્ઝન્સ અને ગેપ ફિલિંગ ફ્રેમવર્ક બનાવવા માટે કેન્દ્ર દ્વારા અનુદાન આપવામાં આવે
છે. તેનો લોકોના હિતમાં મહત્તમ ઉપયોગ કરવા ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને શ્રી
અગ્રવાલે અનુરોધ કર્યો હતો.
અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી પ્રકાશ સોલંકીએ કહ્યું હતું કે PMAGYનો પ્રારંભ માર્ચ
૨૦૧૫થી કરવામાં આવ્યો હતો, જેમાં ૧૫૦૦ ગામોની પસંદગી કરવામાં આવી છે. તેમાં આદર્શગ્રામ તરીકે ૧૪૦ ગામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજા તબક્કાનો પ્રારંભ ઓક્ટોબર-૨૦૧૮ થી
કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં બાકીના ગામોને PMAGY હેઠળ
આવરી લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં ગૃહ, મહિલા-બાળ કલ્યાણ, માર્ગ-મકાન, શિક્ષણ અને ઊર્જા વિભાગના ઉચ્ચ
અધિકારીઓ તેમજ SBI અને LICના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને પસંદગી પામેલ ગામોમાં પૂર્ણ
થયેલા વિકાસ કામોની સમીક્ષા તેમજ નવા કામો માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

Previous articleગુજરાતમાં સુરક્ષા-સલામતિ-ગૂના નિવારણ વિષયક સજ્જતાના અભ્યાસ માટે ઉઝબેકિસ્તાન ડેલિગેશન ત્રિદિવસીય મૂલાકાતે
Next articleવિશ્વ માલધારી દિવસે નિમિતે શહેર માં રેલી કાઢી ઉજવણી કરાઈ