આજ રોજ માલધારી દિવસે નિમિતે શહેર માં રેલી કાઢી ઉજવણી કરી હતી.૨૬ નવેમ્બર ” વિશ્વ માલધારી દિવસ “ની ખુબ ખુબ શુભેચ્છાઓઆજના આ એકતા દિવસેમારા તમામ માલધારી ભાઈઓને – બહેનોને સહ હૃદય હાર્દિક શુભકામના સાથે અભિનંદન પાઠવું છું.આપ સૌને આપણા સમાજની વિરાસત,અસ્મિતા ની સાથે એકતા કાયમ અકબંધ રાખવા અપીલ કરૂ છું.એકતાની સાથે વિવિધતા ધરાવતો મારો સમાજ આજે તેજ ગતિથી સામાજિક_શૈક્ષણિક અને આર્થિક વિકાસની હરણફાળ ભરી 21 મી સદીને આંબવા આગળ વધી રહ્યો છે. તો આવો સૌ સાથે મળી આપણા સમાજના વિકાસ માં સહભાગી બની સમાજને ઉન્નતિના ઉન્નત શિખરો પહોંચાડી સમાજને નવી દિશા અને નવી ઓળખ આપવામાં સહભાગી બનીએ.
આવનાર દિવસોમાં આપણો સમાજ શૈક્ષણિક ક્રાંતિ કરી એક શિક્ષિત સમાજ બને એ દિશામાં વધુ ને વધુ યુવા વર્ગ જોડાય એ યોગ્ય અને અનિવાર્ય છે.શિક્ષિત સમાજનો સંકલ્પ એક અભિયાન અને એવા સૌ પ્રયત્નો કરી આ સમાજનું રૂણ અદા કરીએ.આ સાથે સમાજની એકતા, અખંડિતતા,સામાજિક સમરસતા ની સાથે ભાઈચારાની ભાવના કાયમ અખંડ રહે તેવા સૌ પ્રયત્નો કરજો. સમાજ ઉપયોગી બનજો પણ સમાજનો ઉપયોગ ન કરતાં કારણ કે આ સમાજ ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ લઈને આપ સૌ પર ભરોશો અને વિશ્વાસ રાખી આપ સૌની રાહ જોઇને બેઠો છે.સમાજના વિશ્વાસ અને શ્રદ્ધાનું ક્યારેય ખંડન ન કરતા “મારો સમાજસંગઠીત સમાજ,મારો સમાજશિક્ષિત સમાજ”આ સૂત્રને પરિપૂર્ણ કરવા આવો સૌ કટિબદ્ધ બની સમાજ વિકાસના નિમિત્ત બનીએ .