રોડ બનાવવાનુ કામ ચાલુ હતુ ત્યા સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ દોડી આવ્યા,ધારાસભ્ય આવી જતા રોડનુ કામ બંધ કરી દીધુ અને કામ કરી રહેલા લોકો જતા રહ્યા,નવા બનતા રોડ માં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ
બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર-પાળીયાદ નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે.ત્યારે આ રોડ રાત્રી દરમ્યાન બનાવવાનુ કામ ચાલુ હતુ અને આ રોડનું કામ નબળી ગુણવત્તાવાળુ થઈ રહ્યુ છે અને રાત્રે અંધારામાં રોડ બનાવી રહ્યા છે તેવી જાણ સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ થતા તેઓ તાબડતોબ રાણપુર આવી પહોચ્યા હતા અને રાત્રે જે રોડ નુ કામ ચાલુ હતુ ત્યા પહોચી ગયા અને જઈને જોયુ તો અંધારામાં રોડ બનાવવા આવતો હતો.રાણપુર ની દોઢ કીલોમીટર ના અંતરે પાળીયાદ રોડ ઉપર ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ પહોચી ગયા અને ત્યા કામ કરી રહેલા લોકો ની પુછપરછ કરતા સાઈડ ઈજનેર થર્ડ પાર્ટી ઈન્સ્પેકશ કે આર એન્ડ બી સ્ટેટ ના કોઈ પણ ઈજનેર ત્યા હાજર નોતા તેમજ કોઈ જવાબદાર અધિકારી પણ હાજર નોતા જ્યારે ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલે રોડ નું કામ જોયુ તો નબળી ગુણવત્તા વાળુ કામ રાત્રી દરમ્યાન ઈરાદા પુર્વક કરવામાં આવતુ હતુ.ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલે રાત્રે કામ કરવાનું કારણ પુછતા કામ કરી રહેલા લોકો ત્યાથ કામ બંધ કરી વાહનો અને મશીનો લઈને હાલતા થઈ ગયા હતા.આ અંગે ધારાસભ્ય રાજેશભાઈ એ જણાવ્યુ હતુ કે ભ્રષ્ટાચાર આચરવાના ઈરાદે જ રાત્રી દરમ્યાન અંધારામાં કામ કરવામાં આવતુ હતુ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર