વિશ્વ સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં બન્ને ગૃહોમાં સંવિધાન દિવસ પર સંબોધન કરેલ જેને ભાવનગર શહેર ભાજપ દ્વારા ઝવેરચંદ મેઘાણી એડીટોરીયમ ખાતે સમુહમાં વિશાલ પડદે નિહાળી અને સાંભળવામાં આવ્યુ હતું.
સમગ્ર દેશમાં ૨૬મી નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને તેનું સંવિધાન પણ અન્ય લોકશાહી દેશોની સરખામણીએ એકદમ મજબૂત અને પ્રજાતંત્રની હિમાકત કરનારું રહ્યું છે. દેશને આ મહાન સવિધાનની ભેટ આપનાર ડો. બાબાસાહેબ આંબેડકર રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં આ મહાન સંવિધાન પ્રત્યે લોકોની જાગૃતિ આવે અને સવિધાનમાં રહેલા પ્રજાના હક્કો અંગે નાગરિકો જાગૃત અને સજાગ બને માટે ૨૬મી નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે આવતીકાલે સંવિધાન દિવસ નિમિત્તે સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભા બંને ગૃહના સયુંકત સત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સંબોધન કરવાના છે જેને આવતી કાલે શહેર ભા.જ.પા.ના કાર્યકર્તાઓ મોટી સ્ક્રીન પર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સામુહિક નિહાળી અને સાંભળેલ.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી સહિત શહેર સંગઠનનાં હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, વોર્ડ પ્રમુખો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.