લોકપ્રિય અભિનેત્રી રાની મુખર્જી હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ મર્દાની-૨ને લઇને ભારે ચર્ચામાં છે. તે ફિલ્મમાં જોરદાર રોલ અદા કરી ગઇ છે. ફિલ્મ દેશભરમાં મહિલાઓ અને બાળકોની સામે થતા અપરાધ પર આધારિત રહેલી છે. આ ફિલ્મ ૧૩મી ડિસેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ થ્રીલર ફિલ્મમાં રાની મુખર્જી પ્લાનિંગ કરીને મહિલાઓને ટાર્ગેટ કરીને રેપ કરનાર એક અપરાધીને પકડી પાડવા અને તેની સામે કાર્યવાહી કરતા નજરે પડનાર છે. અપરાધીઓની સામે જંગ ખેલતા તેને ફિલ્મમાં દર્શાવવામાં આવનાર છે. ફિલ્મના વિષયના કારણે યુવાનો અને ખાસ કરીને યુવતિઓમાં ખાસ રસ ઉભો કર્યો છે. આને ધ્યાનમાં લઇને રાની મુખર્જી ફિલ્મના પ્રમોશન દરમિયાન યુનિવર્સિટીઓ અને સ્કુલોમાં જનાર છે. તે તમામ કોલેજ વિદ્યાર્થીઓને અપરાધની સામે જાગૃત કરનાર છે. સાથે સાથે સ્કુલી બાળકોને પણ જરૂરી માર્ગદર્શન આપનાર છે. રાનીનુ કહેવુ છે કે વયની દ્રષ્ટિએ કોલેજના બાળકો પોતાની સામે ખતરાને લઇને વાકેફ રહે તે જરૂરી છે. અમે તમામ પોતાના બાળકોને સુરક્ષિત રાખીને તેમને એક શાનદાર ભવિષ્ય આપવા માટે ઇચ્છુક રહીએ છીએ. તે પોતાના અભિયાન દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરવા માટે ઇચ્છુક છે. હાલના સમયમાં મહિલાઓની સામે અપરાધમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. રાની મુખર્જીની ફિલ્મ મર્દાની-૨ ૧૩મી ડિસેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. રાની મુખર્જી આ ફિલ્મના પ્રથમ ભાગમાં પણ જોરદાર એક્ટિંગ કરી ગઇ હતી. હવે બીજા ભાગમાં પણ એક્શન રોલમાં રાની છવાઇ ગઇ છે. તેના લુકની પણ ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે.