૨૪મી માર્ચને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ નાગરિકોના ‘સ્વસ્થ આરોગ્ય’ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.
આરોગ્ય વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ ની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૪મી માર્ચે શનિવારના રોજ સવારે ૧૧ વાગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ઓડિટો-રિયમ હોલ, ગાંધીનગર ખાતે કરાશે.