ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલ.ના તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ.શ્રી વી.એલ. પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી તથા સ્ટાફના માણસોએ ભાવનગર, આનંદનગર ડબલ થાંભલા પાસે ખાંચામાં મજકુર રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂના કબજા ભોગવટા વાળા પાટીના કારખાનામાંથી તથા કારખાના પાસે પડેલ મહિન્દ્રા એકસયુવી કાર નં GJ-01-RF-3849 માં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૩૩, બોટલ નંગ-૩૯૩, તથા મહિન્દ્ર એકસયુવી કાર કી રુ.૫,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન-૧ સહિત કૂલ કી.રુ. ૬,૨૦,૯૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ પીનલ હરેશભાઇ જોગદીયા ઉ.વ.૨૧ રહેવાસી- દિપક ચોક, શાળા નંબર-૧૭ ની પાછળ ભાવનગર વાળાને પકડી પાડેલ જે ઇસમ તથા રેઇડ દરમ્યાન નાસી ગયેલ ઇસમ નવિન ઉર્ફે લવીંગ રહેવાસી-કુંભારવાડા, માઢીયા રોડ, ભાવનગર તથા પાટીના કારખાનાનો કબજો ભોગવટો ધરાવનાર રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં ભાવનગર આર.આર.સેલ.ના તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ. વી.એલ. પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તથા ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.એલ. માલ સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. મકસુદભાઇ મુન્શી તથા હેડકોન્સ. જયવીરસિંહ ચુડાસમા તથા ભીમાભાઇ તથા પો.કોન્સ. કિશોરભાઇ કાળુભાઇ વિગેરે જોડાયા હતા.