ગાંધી મહિલા કોલેજ ની વિદ્યાર્થીનીઓ 2012 ડીગ્રી ની માન્યતા આપતા કૉંગ્રેસના અગ્રણી લાલભા ગોહિલએ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી કરી

761

રાજ્યસરકાર દ્વારા રાજ્યમાં આવેલી તે પૈકી ભાવનગર શહેર ની ગાંધી મહિલા કોલેજ જે મુંબઈ ની એસ.એન.ડી. ટી. યુનિવર્સિટી સંલગ્નન હતી . તે કોલેજ ની વર્ષ 2012 પછીની ડિગ્રી ને માન્યતા અંગે રાજ્ય સરકાર દ્વારા નહીં ગણવા માં આવતા તેના વિરોધ માં કોલેજ ની વિદ્યાર્થીની ઓ દ્વારા વિરોધ કરવા માં આવ્યો હતો . તેના સમર્થન માં કૉંગ્રેસ ના અગ્રણી ઓ પણ જોડાયા હતા . અને ઉગ્ર આંદોલન ની ચીમકી આપતા રાજ્ય સરકારે યુદ્ધ ના ધોરણે તેની માન્યતા નો પ્રશ્ન હલ કારી ને માન્ય ગણવા ઠરાવ કરેલ છે .તેમ કરી ને આ વિજય માત્ર ને માત્ર નારીશક્તિ નો છે .કોઈ વ્યક્તિ નો છે નહીં . તેમ જણાવી શહેર કૉંગ્રેસ ના અગ્રણી લાલભા ગોહિલ કે જેવો પણ આંદોલન ના સહભાગી હતા તેઓ એ આજ રોજ કોલેજ ની મુલાકાત લેતા વિદ્યાર્થીની ઓ દ્વારા આ વિજય ને ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી ઉજવણી કરી હતી

.સાથો સાથ લાલભા ગોહિલ નું સન્માન કારી આંદોલન માં સહભાગી થવા બદલ આભાર ની લાગણી વ્યકત કરવા માં આવી હતી …

Previous articleભાવનગરના આનંદનગરમાં પાટીના કારખાનામાંથી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૯૩ કિ.રૂ.૧,૧૭,૯૦૦/- સહિત રૂપિયા ૬,૨૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપાયો
Next articleબાળકોને શાળા એ લઇ જતા છગનદાદા ની દુર્લભ તસ્વીર