બોટાદ જીલ્લાના રાણપુરમાં મોડેલ સ્કુલ ખાતે ભારતીય સંવિધાન દિવસની ઉત્સાહ પુર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ભારતીય સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય બંધારણનાં અભ્યાસું અને સામાજિક કાર્યકર એવા કિરણભાઇ સોલંકી ખાસ હાજર રહ્યા હતા.જ્યારે કિરણભાઇ સોલંકી દ્વારા ભારતીય બંધારણ વિશે ખુબ જ સરળ શૈલીમાં શાળાના વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપી ભારતીય બંધારણથી વાકેફ કર્યાં હતાં તેમજ ભારતીય બંધારણનાં ઇતિહાસ અને વર્તમાન વિષે વિષદ છણાવટ કરી હતી. આ ઉપરાંત શાળાનાં આચાર્ય ડી.બી.રોય એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. શાળાનાં આ કાર્યક્રમમાં બોટાદનાં ચિત્રકાર કૌશિકભાઇ રાઠોડ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ડી.ડી.પરમાર દ્રારા કરવામાં આવ્યુ હતુ.જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા કીરીટભાઇ રાઠોડ, દિનેશભાઇ પરમાર, દિપકભાઇ મકવાણા, બેચરભાઇ મકવાણા, પંકજભાઇ મકવાણા, ગોપાલભાઇ દુધરેજિયા, જ્યોત્સનાબેન વાઘેલા કુંદનબેન પરમાર તેમજ કવિતાબેન શર્મા સહીત સ્કુલના સ્ટાફ દ્રારા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી.આ ભારતીય સંવિધાન દીવસની ઉજવણી રાણપુરમાં પહેલીવાર કરવામાં આવી હતી તેમાં મોડેલ સ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી ભારે ઉત્સાહ પુર્વક ભાગલીધો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર