બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર ધીમે ધીમે લોકપ્રિય થઇ રહી છે. તેની પાસે હાલમાં પાંચ ફિલ્મો હાથમાં છે. જેમાં ગુંજન સક્સેના સૌથી પહેલા રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ૧૩મી માર્ચે રજૂ કરાશે. જેમાં તે પાયલોટની ભૂમિકામાં નજરે પડનાર છે. ઉપરાંત તે દોસ્તાના-૨ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે નજરે પડનાર છે. તે ઘોસ્ટ સ્ટોરી નામની પણ એક ફિલ્મ ધરાવે છે. જાન્હવી કપુર હવે બોલિવુડમાં ગંભીરતાપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે. તે પોતાની ફિલ્મ પર ધ્યાન આપી રહી છે. જો કે તેને લઇને કેટલીક ચર્ચા પણ જોવા મળી રહી છે. તે પોતાના પિતાની એક ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે. કરણ જોહરની ફિલ્મમાં પણઁ તે કામ કરી રહી છે. હવે જાન્હવી કપુરના પ્રેમ સંબંધ અને તેના બોલ્ડ ફોટાઓની પણ ચર્ચા જોવા મળી રહી છે.હાલમાં તો ઇશાન અને જાન્હવી વચ્ચે પ્રેમ સંબંધની ચર્ચા બોલિવુડની સાથે સાથે સામાન્ય લોકોમાં પણ ચર્ચા છે. હાલમાં જ કરણ જોહરના ચેટ શો કાર્યક્રમ કોફી વીધ ધ કરણમાં અર્જુન કપુરે આ બાબતની કબુલાત કરી હતી કે ઇશાન હમેંશા જાન્હવીની આસપાસ રહે છે. તેના આ નિવેદન બાદ આ બાબતને વેગ મળ્યુ હતુ કે બંને પ્રેમમાં છે. બંને રિલેશનશીપમાં હોવાના હેવાલને પણ સમર્થન મળ્યુ હતુ. ઇશાન અને જાન્હવી એકબીજાના પ્રેમમાં છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધને લઇને કેટલીક બાબતોન ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ઇશાન અને જાન્હવી હાલમાં બંને પોતાની કેરિયરને બનાવવામાં સક્રિય છે. તેમની ફિલ્મના સંબંધમાં કેટલીક બાબતો જાણવા મળી રહી છે. જો કે ઇશાન હાલમાં ક્યાં પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે તે બાબત જાણી શકાઇ નથી.