41મો શ્યામ ખેલકુદ મહોત્સવ નંદકુવરબા મહિલા કોલેજ ના યજમાન પદે સિસદર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યુવરાજ ના હસ્તે પ્રારંભ

637

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ ના યજમાન પદે એમ કે બી યુનિવર્સિટીનો 41મો શ્યામ ખેલકૂદ મહોત્સવ આજરોજ ભાવનગર સ્ટેટ યુવરાજ ના હસ્તે સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.

આ ખેલકૂદ મહોત્સવમા દોડ, ગોળા ફેંક, બરછી ફેંક, લાંબી કૂદ, ઉચીકુદ, રીલે દોડ એવી સ્પર્ધા યોજવામાં આવશે. આ વિવિધ સ્પર્ધામાં 245 વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ભાગ લઇ રહ્યા છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં એમ કે બી યુનિવર્સિટી ના કુલપતિ મહિપતસિંહ ચાવડા, ભાવનગર સ્ટેટના યુવરાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ ખેલકૂદ મહોત્સવનું સમાપન સમારોહ આવતીકાલે શુક્રવાર યોજવામાં આવશે. જેમાં વિજેતા ખેલાડીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરા

Previous articleઆયુર્વેદ સારવાર માનવીને આધ્‍યાત્‍મિક-બૌધ્‍ધિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Next articleસર ટી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા માંથી બે આરોપી મરચાં ની ભુકી છાંટી ફરાર